<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ઉના-ગીરગઢડા પંથકમાં ગેરકાયદે પ્રવૃતિઓએ હદ વટાવી : પગલા લેવાય નહી તો ભૂખ હડતાલ

જૂના ઉગલાના ગ્રામ્‍યજનોએ સીધુ ગૃહમંત્રીને આવેદન મોકલ્‍યું: લાંબા સમયથી દારૂ અને ગાંજાના બેફામ વેચાણ અને ચોરીઓ રોકવા ઉગ્ર માંગણી

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ર૦: ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે દોઢ વર્ષ દારૂ-ગાંજાના વેપાર અને વધતી ચોરી જેવી ગેરકાયદે પ્રવળતિઓ બંધ કરવા ગ્રામજનોનું ગળહમંત્રીને ૪૦થી વધુ ગ્રામજનોએ આવેદનપત્ર આપીને  ૫ દિવસમાં પરિણામ નહીં આવે તો ભૂખ હડતાળની ચીમકી આપી હતી. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામમાં છેલ્લા દોઢ વર્ષથી સતત બની રહેલી ચોરીની ઘટનાઓ અને ગામમાં દારૂ તથા તાલુકામાં ગાંજાના કથિત ખુલ્લા વેપારના મુદ્દે હવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરપંચ જયાબેન નરસિંહભાઈ ડાંગોદરાના નેતળત્‍વમાં ૪૦થી વધુ ગ્રામજનોએ રાજ્‍યના ગળહ અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીને લેખિત આવેદનપત્ર ગીર ગઢડા ના મામલતદાર ચૌહાણ આપી તાત્‍કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન ખેડૂતોના ખેતરોમાંથી વીજ સર્વિસ વાયર, સ્‍ટાર્ટર, ઝટકા મશીન, પાણીની પાઇપલાઇન સહિતના કળષિ સાધનોની અનેક વખત ચોરી થઈ છે. ઉપરાંત ગ્રામ પંચાયતની પાણી પુરવઠાની મોટરો, બોરવેલ તેમજ અન્‍ય સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્‍યું હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. ગામના અનેક મકાનોમાં લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને કિંમતી સામાનની ચોરી ઉપરાંત સ્‍વામિનારાયણ મંદિર અને રામનાથ મહાદેવ મંદિરમાંથી પણ ચોરી થયાનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે.

 ગૃહમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે અનેક રજૂઆતો અને પોલીસ ફરિયાદો છતાં ચોરીના બનાવોમાં કોઈ નક્કર પરિણામ આવ્‍યું નથી. સાથે જ ગામમાં વર્ષોથી દારૂ અને ગાંજાનું કથિત વેચાણ થતું હોવા છતાં અસરકારક કાર્યવાહી થતી નથી. ૪૦થી વધુ ગ્રામજનોની સહી સાથે મોકલાયેલા આવેદનપત્રમાં પાંચ દિવસમાં ચોરીના બનાવોનો ભેદ ઉકેલી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ દારૂ-ગાંજાના કથિત વેપારને સદંતર બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ પ્રશ્ને  ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો પાંચ દિવસમાં યોગ્‍ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્‍યા માર્ગે ભૂખ હડતાળ પર ઉતરશે. 

 

(11:30 AM IST)