News of Wednesday, 26th August 2026
કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપર રેર અર્થ ગણાતી લાલ રેતી (ગાર્નેટ)ની ગેરકાયદે નિકાસનું ષડતંત્ર: કસ્ટમે ૫ કન્ટેનર ઝડપ્યા
મિસ ડેકલરેશન દ્વારા સરકારની તિજોરીને નુકસાન પહોંચાડનાર પેઢીઓ અને કસ્ટમ એજન્ટો સામે કડક કાર્યવાહી જરૂરી, વ્હાઇટ કોલર દાણચોરો સામે એજન્સીઓની સયુંક્ત જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : ભારત સરકારનું રેર અર્થ ડિપાર્ટમેન્ટ જ જેની નિકાસ કરી શકે એવી લાલ રેતી ગાર્નેટના ગેરકાયદેસર નિકાસના ષડયંત્રને કસ્ટમ વિભાગે નિષ્ફળ બનાવ્યું છે. કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપર આવેલ સૌરાષ્ટ્ર સીએફએસમાં કસ્ટમે ૫ કન્ટેનર જપ્ત કરી તેની વધુ તપાસ હાથ ધરી છે. લાલ રેતી ગાર્નેટ જેની નિકાસ ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી હસ્તકના ઇન્ડિયન રેર અર્થ લિમિટેડ જ કરી શકે છે. અંદાજિત ૫ કરોડથી પણ વધુ કિંમતનો ૧૬૮ મેટ્રિક ટન જેટલો આ જથ્થો ક્વાર્ટ્સ પાઉડર ના નામે ગેરકાયદેસર નિકાસ થઈ રહ્યો હતો. દેશની તિજોરીને નુકસાન પહોંચાડતી વ્હાઈટ કોલર દાણચોરી સાથે સંકળાયેલ વ્યાપારી પેઢીઓ તેમ જ આવું મિસ ડેકલરેશન કરી ભારત સરકારના કાયદાનો ભંગ કરવાના કૃત્યમાં સામેલ કસ્ટમ હાઉસ એજન્ટોની સયુંક્ત એજન્સીઓ દ્વારા તપાસ થવી જરૂરી છે. દેશના ગદ્દારો સામે કડક હાથે કામ લેવું જોઈએ.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
