News of Saturday, 5th September 2026
જામનગરમાં ઇંડીયન બેંકના પટ્ટાવાળાએ બેંકમાં ગીરવે આવેલ ૩૨૪.૧ ગ્રામ સોનું ચોરી ડુપ્લીકેટથી રૂ.૩૯.૪૮ લાખની ચોરી કરી: મેનેજરે ફરીયાદ નોંધાવી
બેંકની તીજોરીની ચાવી ચોરી છુપીથી કોઈપણ રીતે બ્રાંચ મેનેજરની ચેમ્બરના ખાનામાંથી મેળવી લઇ તે ચાવીથી તિજોરીનો લોક ખોલી લઇ સોનાના દાગીનાની ચોરી કરી

જામનગર: પટેલ કોલોનીમાં રહેતા અને જામનગરની રણજીતસાગર રોડ બ્રાંચના મેનેજર હેમરાજભાઈ નરેન્દ્રકુમાર ગજરા ઉ.વ.૪૦ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, આ કામેનો આરોપી હસમુખ દિનેશભાઈ પારીયા રહે. પ્રણામી ટાઉનશીપ જે ઇંડીયન બેંક રણજીતસાગર રોડ બ્રાંચમાં પટ્ટાવાળો/કારકૂન તરીકે નોકરી કરતો હોય તેઓએ તા. ૨૭/૮/૨૬ ના રોજ સવારના દસ વાગ્યાથી છ વાગ્યાના સમયગાળા દરમ્યાન કોઇપણ સમયે બેંકની તીજોરીની ચાવી ચોરી છુપીથી કોઈપણ રીતે બ્રાંચ મેનેજરની ચેમ્બરના ખાનામાંથી મેળવી લઇ તે ચાવીથી તિજોરીનો લોક ખોલી લઇ અલગ-અલગ ગોલ્ડ લોનના કસ્ટમરોના અસલ સોનાના દાગીના કુલ ૩૨૪.૧ ગ્રામ કિંમત રૂપિયા ઓગણચાલીસ લાખ અડતાલીસ હજાર નવસો બાર પુરાની ચોરી કરી તેની જગ્યાએ ડુપ્લીકેટ સોનાના દાગીના રાખી દઇ અસલ સોનાના દાગીના આરોપી વિજય આલાભાઇ વધોરા રહે. પ્રણામી સ્કૂલની બાજુમાં રણજીતનગર જામનગર વાળાને વેંચવા માટે આપી દઈ ગુન્નામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
