News of Saturday, 20th June 2026
કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
નરેન્દ્રભાઇ મોદી, ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી જુદી-જુદી જગ્યાઓ ઉપર સામુહિક યોગ કાર્યક્રમોનું આયોજન

રાજકોટ તા. ર૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્ઋમાં કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્યતાથી ઉજવણી થશે. અને સામુહિક યોગનું આયોજન કરાયુ છે.
કચ્છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ :.. ૨૧મી જૂન વિશ્વ યોગ દિન તરીકે ઉજવાય છે. યોગ દિન ની પ્રેરણા અને પ્રસાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કર્યો અને જેનું અનુસરણ આજે વિશ્વભર માં થાય છે. કચ્છ જીલ્લા માં અબડાસા તાલુકાનાં પિંગલેશ્વર બીચ ઉપર મોરબી કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા યોગ ઉત્સવ ઉજવવામાં આવશે જીવન માં યોગ નું મહત્વ સમજાવવા આ આયોજન કરવામાં આવેલ છે. તા. ૨૧/૦૬/૨૦૨૬ રવિવારે સાંજે ૫.૦૦ કલાકે પિંગલેશ્વર બીચ ઉપર યોગ દિન ઉજવણી કરવામાં આવશે. કચ્છ લોકસભા તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ તેમજ સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા દર વર્ષ ની જેમ બહોળી સંખ્યામાં લોકો ને યોગ ઉત્સવ માં ભાગ લેવા અપીલ કરવામાં આવેલ છે.
સુરેન્દ્રગનર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : આગામી ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ ૨૦૨૬ ની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા તેમજ નગરપાલિકા કક્ષાએ એમ વિવિધ સ્તરે સામૂહિક યોગ સાધનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગળતિ આવે તેવા ઉદ્દેશ્યથી તમામ નિર્ધારિત સ્થળોએ બહોળી સંખ્યામાં નાગરિકો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ એકત્રિત થઈને યોગાભ્યાસ કરશે.
સુરેન્દ્રનગર જિલ્લા કક્ષા અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો સંયુક્ત મુખ્ય કાર્યક્રમ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ ઉપરાંત, મહિલા સશક્તિકરણ અને વિશેષ સહભાગીદારીને ઙ્કોત્સાહન આપવા માટે માત્ર મહિલાઓ માટે ખાસ આઈકોનિક સ્થળ તરીકે હવામહલની પસંદગી કરવામાં આવી છે, જ્યાં અંદાજે ૧૦૦૦ મહિલાઓ યોગના વિવિધ આસનો કરશે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. જુનાગઢમાં ર૧ જૂને ૧રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બીલખા રોડ પરની રાષ્ટ્રવીર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવશે.
ગુજરાત રાજય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમાં નાગરિકોને જોડાવવા પણ અપીલ કરવામાં આવી છે. ૧રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ Yoga for Heaithy Ageing થીમ પર ઉજવણી કરવામાં આવશે. પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે સવારે ૬ કલાકે થી યોગાભ્યાસનો પ્રારંભ થશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી તા. ર૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજય સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
