તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
ખંભાળીયામાં કચરા નિકાલમાં ગેરરીતિઃ કોંગ્રેસ અગ્રણીએ સ્થળની તપાસ કરી
આગ લાગ્યાના ૧૦ થી ૧પ કલાક પછી પણ કોઇ કામગીરી થઇ નહીઃ કપિલ ત્રિવેદીના પ્રહારો

(કૌશલ સવજાણી દ્વારા) જામખંભાળિયા તા. પ :.. વિશાળ પ્રમાણમાં ધુમાડા સાથે સવારે આગ લાગી હતી. અને કોંગ્રેસના અગ્રણી તથા જાગૃત નાગરીક કપિલ ત્રિવેદી દ્વારા આગ લાગ્યાના ૧૦-૧પ કલાક પછી મુલાકાત ડમ્પીંગ યાર્ડની લેવાઇ તો ચોંકાવનારી વિગત બહાર આવી કે ત્યાં ડમ્પીંગ યાર્ડના કચરાના તમા ઢગલાઓમાં આગ ચાલુ હતી અને કોઇ જ ફાયર બ્રિગેડ નહીં કંઇ આગ ઠારવાના પ્રયત્નો નહીં અને કોન્ટ્રાકટર શાંતિથી કામ કરતો હતો...!!
ન. પા.ના જવાબદાર કોન્ટ્રાકટર અને નહીં ખાનગી કોન્ટ્રાકટર દ્વારા કંઇ વ્યવસ્થા!! ખરેખર જણા ઉપરથી નીચે સુધી તંત્ર ફુટેલું હોય તેમ કચરો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાના બદલે કચરા ને સળગાવી ને લોકોના આરોગ્ય સાથે છડેચોક ખુલ્લેઆમ ચેડા થાય છે. અને જિલ્લા તંત્ર તથા પ્રદુષણ બોર્ડ જાણે આમાં ભાગીદાર ના હોય તેમ નીંભર રીતે કંઇ કાર્યવાહી વગર તમાશો જુએ છે...!!
આ કચરાના ઢગલા વર્ષોથી પડયા હોય અને તેમાં વારંવાર આગ લાગતા વ્યાપક ધુમાડો થતાં નજીકના વિસ્તારોનો લોકોના આરોગ્યની ચિંતા કરવા રાજય સરકારે વૈજ્ઞાનીક રીતે કચરાનો નિકાલ કરવા સાડા ત્રણ કરોડ જેવી જંગી રકમ આપી અને તેનો નિકાલ આવી રીતે થાય છે!!
કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ આવા કચરાના ડમ્પીંગ યાર્ડ પર વ્યવસ્થિત કામ થાય તે માટે જિલ્લા કલેકટરને ખાસ સતા તથા જવાબદારી સોંપવામાં આવી છે પણ અહીં જિલ્લાતંત્ર પણ આંખ આડા કાન કરે છે અને પાલિકા તંત્રનું તો કહેવુ જ શું? તે તો કોન્ટ્રાકટરના ખિસ્સામાં છે. ખાનગી કોન્ટ્રાકટર મરજી મુજબ માપ કરે અને મરજી મુજબ કામ કરે ચુંટાયેલી બોડી પણ પ્રેમથી આ તમાશો જુએ છે!!!
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
