<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

લોધીકાના દેવગામ છાપરામાં ઇશ્વરસિંહ પટેલનું આગમન

 

ખીરસરાઃ લોધિકા તાલુકાની દેવગામ સિટના સદસ્‍ય અનિરુદ્ધસિંહ જાડેજાના આંગણે જળ સંપત્તિ અને પાણી પુરવઠા (સ્‍વતંત્ર હવાલો) મંત્રી ઈશ્વરસિંહ પટેલે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન લોધીકા તાલુકા ના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઓછા વરસાદના કારણે ખેતીવાડી પશુપાલને તેમજ લોકોને કળષિથી લઇને પીવાના પાણીની આવનાર સમયમાં જે મુશ્‍કેલી પડવાની છે તે વિષય ઉપર ગ્રામ્‍ય વિસ્‍તારના આગેવાનો રાજકોટ જીલ્લા પંચાયત સદસ્‍ય દિલીપભાઈ સરવૈયા તેમજ લોધીકા તાલુકા પંચાયત સદસ્‍ય અનિરુદ્ધ સિંહ જાડેજાએ  ખેડૂતો ની ઉપસ્‍થિતિમાં રજુઆત કરી પાણીની સમસ્‍યા વિષે ની રજૂઆત કરી આ તકે છાપરા સરપંચ દેવ ગામ સરપંચ  તેમજ પીપરડી ગામના આગેવાનો ઉપસ્‍થિત રહેલ.(તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(12:05 PM IST)