News of Friday, 22nd May 2026
ખેડૂતોને સમયસર અને પૂરતું ડીઝલ મળે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી: પરિપત્ર મામલે સરકારમાં રજુઆત કરશે કિશાન સંઘ
જામખંભાળિયા મામલતદાર દ્વારા ડીઝલ મેળવવા માટે ખેડૂતોને પુરાવા રજૂ કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું

ગાંધીનગરમાં ડીઝલની અછત મુદ્દે કિસાન સંઘનું નિવેદન સામે આવ્યું છે. જામખંભાળિયા મામલતદાર દ્વારા ડીઝલ મેળવવા માટે ખેડૂતોને પુરાવા રજૂ કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પરિપત્ર મુજબ ખેડૂતોને ડીઝલ ખરીદતી વખતે જરૂરી દસ્તાવેજો અને પુરાવા આપવા પડશે. કિસાન સંઘે જણાવ્યું છે કે ખેડૂતોને પુરાવા આપવા પડે તે બાબતે તેમને કોઈ વાંધો નથી, પરંતુ ખેડૂતોને સમયસર અને પૂરતું ડીઝલ મળે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સાથે જ કિસાન સંઘે સ્પષ્ટ કર્યું કે હાલ તેમની પાસે આવો કોઈ સત્તાવાર પરિપત્ર પહોંચ્યો નથી અને પરિપત્ર પ્રાપ્ત થયા બાદ સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
