<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ગોંડલ લોહાણા મહાજનના પ્રમુખ તરીકે ફરી જગદીશભાઈ ગણાત્રા

 

ગોંડલઃ તા.૧૭, ગોંડલ લોહાણા મહાજનની સાધારણ   આ સભામાં આગામી ત્રણ વર્ષ માટે મહાજનના હોદેદારો તથા કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી.

સભામાં સર્વાનુમતે  'જગદીશ મંડપ' ના સંચાલક જગદીશભાઈ ગણાત્રાને ફરી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 

 

ઉપપ્રમુખ તરીકે યુવા પત્રકાર જયેશભાઈ ભોજાણી તથા બીજા ઉપપ્રમુખ તરીકે ગોંડલના જલારામ મંદિરના મુખ્ય દાતા હરિભાઈ સેજપાલની વરણી કરવામાં આવી હતી. મંત્રી તરીકે મનન ખાખરા વાળા અલ્પેશભાઈ જીવરાજાની, ખજાનચી તરીકે ગોંડલ માર્કેટ યાર્ડના પૂર્વ સેક્રેટરી પ્રવીણભાઈ સોમૈયા, સહ-ખજાનચી તરીકે અનિલભાઈ ગાદેશા અને પ્રકાશભાઈ ઠકરારની પસંદગી કરવામાં આવી હતી.

તે ઉપરાંત ઈ.ઓડિટર તરીકે ભાવિનભાઈ કાનાબાર તથા પ્રોજેકટ ચેરમેન તરીકે જીતેન્દ્રભાઈ સોનપાલની નિમણૂક કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહાજનના પૂર્વ આગેવાનો દીપકભાઈ સોનપાલ, જગદીશભાઈ ખીમાણી, કિશોરભાઈ ઉનડકટ, ચંદુભાઈ વાસણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા 

ગણાત્રાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજ કલ્યાણના વિવિધ કાર્યો માટે તેઓ પ્રતિબદ્ધ છે. ખાસ કરીને સમાજના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, જલારામ જયંતીની વિશિષ્ટ ઉજવણી તેમજ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓને વધુ ગતિ આપવાનો તેઓનો નિર્ધાર છ.

 

(1:22 PM IST)