તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 15th July 2026
જય જગન્નાથ..: કેશોદમાં આજ સાંજે ભગવાનનું મામેરુ, કાલ સવારે ભવ્ય રથયાત્રા
અષાઢી બીજ મહોત્સવ પ્રસંગે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન શુભદ્રાજી નિકૃશે નગર ચર્યા એઃ લોકોમાં ભારે ઉત્સાહ : ભાવિકો ભક્તિ અને સમર્પણની ભાવના સાથે રથને દોરડા વડે ખેંચી ભગવાનને નગર યાત્રા કરાવી ધન્યતા અનુભવશેઃ કેશોદ શહેર પહેલેથી જ ઉત્સવ પ્રેમી છે, વરસાદ જેવી સ્થિતિ વચ્ચે પણ નિર્ધારિત સમયે રથયાત્રાનું આયોજન યથાવત રહેશેઃ વિશાલ સોલંકીઃ પીઆઈ ચૌધરીના નેતળત્વમાં પોલીસની ફ્લેગ માર્ચ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૫: આજથી અષાઢ મહિનાનો પ્રારંભ થયેલ છે. પ્રવર્તમાન ચોમાસું સિઝનમાં ચારેય તરફ ખીલી ઉઠેલ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ભાવિકો અષાઢી બીજનો મહોત્સવ ભક્તિ ભાવ સાથે ધામધૂમથી ઉજવવા ભારે ઉત્સાહમાં જણાઈ રહ્યા છે. આજે સાંજે ભગવાન શ્રી જગન્નાથજીના મામેરા પ્રસંગની ઉજવણી બાદ આવતીકાલે પરંપરાગત રીતે ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ચર્યા એ નીકૃશે. આ અંગે સવારે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા આયોજકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
ગત વર્ષની માફક ચાલુ વર્ષે પણ સ્થાનિક હિન્દુ યુવા સંગઠન, હિન્દુ યુવા વાહીની અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અષાઢી બીજ મહા પર્વ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે તારીખ ૧૬ ને ગુરૂવારના સવારના ૯ કલાકે યોજાનાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું અત્રેના ડી.પી. રોડ નજીક, લક્ષ્મીનગરમાં આવેલ અક્ષય અન્ન ક્ષેત્ર ખાતેથી જય જગન્નાથના ગગન ભેદી જય ઘોષ સાથે સંપૂર્ણ ભક્તિમય વાતાવરણ વચ્ચે પ્રસ્થાન થશે. જે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી બાદમા અત્રેના શરદ ચોક નજીક આવેલ ભગવાન શ્રી રણછોડરાયજી મંદિર ખાતે પૂર્ણ થશે.
સુરીલા સંગીત અને ભક્તિ ગીતો વચ્ચે ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બલભદ્રજી, શ્રી સુભદ્રાજીની પ્રતિમા સાથેના અવનવા સુગંધી ફૂલોથી શણગારેલા રથને ભક્તિ અને સમર્પણની ભાવના સાથે શ્રદ્ધાળુઓ તથા ભાવિકો દોરડા (નાડા) વડે ખેંચી ભગવાનને નગર યાત્રા કરાવી ધન્યતા અનુભવશ.
ધર્મ, આધ્યાત્મિકતા, ભક્તિ, સંસ્કળતિ અને સામાજિક એકતાના પ્રતિક રૂપી આ રથયાત્રા શહેરના અમૃત નગર રોડ, સ્ટેશન રોડ, ચાર ચોક, માંગરોળ રોડ, કાપડ બજાર-આંબાવાડી, બગીચા રોડ, આનંદ એપાર્ટમેન્ટ રોડ, જલારામ મંદિર, શ્રી નિલકંઠ મહાદેવ મંદિર માર્ગ , હવેલી ચોક તથા શરદ ચોક ખાતેથી પસાર થશે.
રથયાત્રા પસાર થનાર રૂટને ધજા - પતાકા તથા બેનરોથી શણગારવામાં આવશે. કેશોદમાં ભગવાન શ્રી જગન્નાથજીની આ દ્વિતીય રથયાત્રા છે. જેમાં જુદા જુદા સમાજ અને વિવિધ ક્ષેત્રોના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિકો જોડાઈ ભગવાનના દર્શનનો લાભ લેશે. ભાવિકો માટે નગરયાત્રા દરમિયાન જુદી જુદી સંસ્થાઓ, સંગઠનો અને સહયોગીઓ દ્વારા રથયાત્રાના રૂટમાં જુદા જુદા સ્થળો એ પાણી, શરબત, પ્રસાદી સહિતની વ્યવસ્થા ગોઠવામા આવેલ છે.
દરમિયાન અષાઢી બીજના મુખ્ય ઉત્સવ પહેલા ભગવાન શ્રી જગન્નાથજીને મોસાળ પક્ષ તરફથી મામેરુ અર્પણ કરવાની પરંપરા છે. જે આ પ્રસંગે આજ તારીખ ૧૫ ને મંગળવારના સાંજે ૫ કલાકે અત્રેના ઉમિયા નગર, મહિલા ગણેશ ગ્રુપના બહેનો સહિતના લોકો વાજતે ગાજતે અક્ષય અન્ન ક્ષેત્ર ખાતે આવી મામેરાની રસમ નિભાવશે.
આ સમગ્ર કાર્યક્રમ અંગે કેશોદ તાલુકા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ અને કેશોદ પાલિકાના સદસ્ય વિશાલભાઈ સોલંકી એ જણાવેલ હતું કે, કેશોદ શહેરના લોકો હંમેશા ઉત્સવ પ્રેમી રહેલ છે. અષાઢી બીજ નિમિત્તે પ્રથમ વર્ષની સફળતા બાદ સતત બીજા વર્ષે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ હોય લોકોમાં ભારે થનગણાટ જોવા મળી રહેલ છે. હાલ ચોમાસુ સીઝન છે ત્યારે સંભવતઃ વરસાદ જેવી સ્થિતિ વચ્ચે પણ નિર્ધારિત સમયે રથયાત્રાનું આયોજન યથાવત રહેશે. સ્થાનિક કેશોદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના લોકોને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામા જોડાવા શ્રી સોલંકીએ અનુરોધ કરેલ છે.
દરમિયાન અષાઢી બીજ પર્વ મહોત્સવની ઉજવણી સંપૂર્ણપણે ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થાય તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતને ધ્યાને લઈ શહેરના મુખ્ય માર્ગો સહિત રથયાત્રા યાત્રાના રૂટ પર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ચૌધરીના નેતળત્વ હેઠળ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ હતી.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
