News of Wednesday, 29th April 2026
જામજોધપુર તાલુકા પંચાયતમાં ૧૮માંથી ૧૧ ભાજપ ૭ આમ આદમી પાર્ટીનો વિજય
જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મહીબેનના પતિ ગીરીશભાઈ ગરશરની બાલવા સીટ ઉપર કારમી હાર

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર તાલુકા પંચાયતમાં કુલ ૧૮ સીટ આવેલ છે જેમાં ભાજપ દ્વારા કુલ ૧૧ સીટ ઉપર કબજો મેળવેલ હતો જ્યારે સાત સીટ ઉપર આમ આદમી પાર્ટી વિજેતા થયેલ બાલવા તાલુકા પંચાયતની સીટ ઉપર જામનગર જિલ્લા પંચાયતમાં ગત વખત પ્રમુખ હતા તે મહીબેન ગરસરના પતિ ગીરીશભાઈ ગરસરની કારમી હાર થતા અપસેટ સર્જાયો હતો ત્યા ગીરીશભાઈ ગરસરની સામે મેરૂ નાથાભાઈ છેલાણાનો આમ આદમી પાર્ટીમાંથી જવલંત વિજય થયો હતો જ્યારે જિલ્લા પંચાયત જામજોધપુર ત પંથકની ૪ બેઠક પૈકી શેઠ વડાળા બેઠક પરપરેશ હીરપરા (ભાજપ) સતાપર બેઠક ઉપર એકતાબેન સુતરીય (ભાજપ) ગીંગણી બેઠક પર લતાબેન સુરેલા (ભાજપ) તથા મોટી ગોપ બેઠક પર સાજીબેન ખવા (આમ આદમી પાટી ) નો વિજય થયો હતો. આમ જામજોધપુર પંથક ૪ જીલ્લા પંચાયતમાંથી ૩ ભાજપ અને એક આપને ફાળે ગયેલ તાલુકા પંચાયતમાં કોંગ્રસ ખાતુ જ ખોલાવી શકયુ ન હતુ જયારે આપની જોરદાર એન્ટ્રી થતા તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષ સબળ જોવા મળશે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
