<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ- જામનગર

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને જામનગર SP ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી LCBએ હાથ ધરી કાર્યવાહી : લાલપુર બાયપાસ પાસેથી કુશલ ઉર્ફે કે.પી. સોલંકી ઝડપાયો

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર તા.28 :  નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા શ્રી ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્વારા વધુમાં વધુ નાસતા ફરતા તથા ફરારી આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોય, જે અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એબ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર  સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

 

દરમ્યાન સ્ટાફના સલીમભાઇ નોયડા, ગોવિંદભાઇ ભરવાડ, હાર્દિકભાઇ ભદ્ર, દિલીપસિંહ જાડેજા નાઓને મળેલ બાતમી હકિકત મુજબ જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પ્રોહિ.ગુ.ર.નં.- ૧૧૨૦૨૦૦૮૨૬૦૬૩૬/૨૦૨૬ પ્રોહિબિશન કલમ-૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧ મુજબના ગુન્હામાં ફરારી આરોપી- *કુશલ ઉર્ફે કે.પી. પ્રકાશભાઇ સોલંકી રહે. હાલ રહે. દેવભૂમી દ્વારકા ત્રણબત્તી ચોકની બાજુમાં ખારવા દરવાજા તા.જી. દેવભૂમી દ્વારકા વાળો* લાલપુર બાયપાસ પાસે હાજર હોવાની બાતમી હકીકત મળતા સદરહું જગ્યાએ તપાસ કરતા મજકુર આરોપી ત્યાં હાજર મળી આવેલ હોય જેને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા જામનગર સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

 

આ કામગીરી એબ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર  સી.એમ.કાંટેલીયા તથા એ.એસ.આઈ. ગોવિંદભાઇ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભદ્ર, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ. બળવતસિંહ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(3:15 PM IST)