તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 23rd April 2026
જામનગર સીટી "બી" ડિવીઝન પોલીસે નાસતા-ફરતા આરોપીને ઝડપ્યો : નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ ના કેસમાં સજા પામેલ સમીર શેખ છ મહિનાથી ફરાર હતો
જામનગર શહેરમાં નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના નિર્લિપ્ત રાય IPS તથા પોલીસ અધિક્ષક જામનગરના રવી મોહન સૈની IPS ની સૂચના મુજબ સીટી બી ડિવીઝન પોલીસની કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૩ : જામનગર શહેરમાં નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના નિર્લિપ્ત રાય IPS તથા પોલીસ અધિક્ષક જામનગરના રવી મોહન સૈની IPS ની સૂચના મુજબ સીટી બી ડિવીઝન પોલીસે એક મહત્વની કાર્યવાહી કરી છે.
સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એન.એમ.ગઢવી તથા પો.સબ.ઈન્સ. ડી.જી.રાજાના માર્ગદર્શન હેઠળ ગુલાબનગર પોલીસ ચોકીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડ કોન્સ.નરેશભાઈ રાયમલભાઈ મેરને ચોક્કસ બાતમી મળી હતી કે છેલ્લા છ મહિનાથી જામનગરના એડી.ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટના નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ ના કેસમાં સજા પામેલ અને નાસતો ફરતો આરોપી સમીર ફીરોઝભાઈ શેખ પોતાના ઘરે આવેલ છે.
હકીકત આધારે આરોપીના ઘરે તપાસ કરતા આરોપી સમીર ફીરોઝભાઈ શેખ રહે. અલીશાપીરની દરગાહ સામે, પોલીસચોકી સામે ગુલાબનગર જામનગર મળી આવતા પકડીને તેને જેલ હવાલે કરેલ છે.
ઉપરોક્ત કામગીરી સીટી બી પોલીસ સ્ટેશન ગુલાબનગર ચોકીના પો.સબ.ઈન્સ ડી.જી.રાજ તથા પો.હેડ.કોન્સ. નરેશભાઈ રાયમલભાઈ મેર તથા પો.કોન્સ. સુનિલભાઈ ખેંગારભાઈ શિયારનાઓએ કરેલ છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
