તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Thursday, 18th June 2026
ગુમ થયેલ થેલીમાં રાખેલ રૂપીયા ૯,૮૦,૦૦૦/- પરત કરતી જામનગર સીટી ‘બી' ડિવીઝન પોલીસ

જામનગરઃ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનના હનુમાન ગેઈટ ચોકી વિસ્તારમા આવેલ ડી.કે.વી સર્કલ પાસે દસ દિવસ પહેલા અરજદારની રોકડ રૂપીયા ભરેલ થેલી જેમા રૂ. ૯,૮૦,૦૦૦/- હોય જે ગુમ થયેલ હતી જેને શોધી કાઢવા સારૂ સર્વેલન્સ સ્કોડ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ટેકનીકલ શોર્સીસ તથા હ્યુમન રીસોર્સીસના આધારે દિન ૧૦મા ગુમ થયેલ રોકડ રૂપીયા ભરેલી થેલી શોધી કાઢી મુળ માલીકને તે અંગેની જાણ કરી તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રોકડ રૂપિયા ભતેલ થેલી રૂ.૯,૮૦,૦૦૦/- મુળ માલીકને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરેલ છે
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
