News of Sunday, 24th May 2026
જામનગર સીટી સી ડિવિઝન દ્વારા જાહેરમાર્ગમાં ફૂટપાથ પર રહેતા લોકોનું કાઉન્સલીંગ કરીને રેન બસેરામાં પહોંચાડ્યા
જામનગર સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં મજુર વર્ગના પરીવાર, જાહેરમાર્ગના ફુટપાથ પર જીવન વ્યતિત કરતા હોય લોકોને શેલ્ટર હોમમાં વ્યવસ્થા કરાઈ

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વીભાગ, રાજકોટ નિર્લિપ્તરાય (IPS) નાઓ દ્રારા મજૂર વર્ગના પરીવારોને સુરક્ષીત આશરો આપવાની પહેલ હેઠળ જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જામનગર ડો.રવીમોહન સૈની (IPS) તથા નાયબ પોલીસ પોલીસ અઘિક્ષક જયવિરસિંહ ઝાલાનાઓએ જામનગર શહેર વિસ્તારના મજૂર વર્ગના પરીવારોને સેલ્ટર હોમ (રેન બસેરા) ખાતે રહેવાની વ્યવસ્થા કરવા સુચના કરતા સીટ સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એન.બી.ડાભીના માર્ગદશન મુજબ સર્વેલન્સ તથા ચોકી સ્ટાફના માણસો દ્રારા નાઇટ રાઉન્ડ દ્રારા સીટી સી ડીવી પો.સ્ટે. વિસ્તારના દિગ્મામ સર્કલ ઓવર બ્રીજ નિચે તથા ખોડીયાર કોલોની માલધારી હોટલ પાસે તેમજ આશાપુરા સર્કલ પાસે જાહેર ફુટપાથ પર જીવન વ્યતિત કરતા ૧૨ વ્યકિતઓ સાથે કાઉન્સલીંગ કરી બેડી વિસ્તારમાં આવેલ સેલ્ટર હોમ (રેન બસેરા) ખાતે સરકારી વાહનમાં પહોચાડી રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે..
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
