<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ગુજરાતની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ બાદ જામનગર જિલ્લા જેલમાં સઘન ચેકિંગ

પોલીસ તંત્ર એલર્ટ, SOG, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર વિભાગે જેલની અંદર હાથ ધરી તપાસ; કંઈ શંકાસ્પદ ન મળતા રાહત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : રાજ્યની ઘણી બધી જેલોને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલ મળતાની સાથે જ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.

જેના પગલે જામનગરમાં SOG, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ફાયર વિભાગ જેવી ટીમો સક્રિય બની છે અને જામનગર જિલ્લા જેલ ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેલની અંદર જઈ કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે કંઈપણ શંકાસ્પદ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(1:03 PM IST)