<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

જામનગર એલ.સી.બી.એ પવનચક્કી ટાવરના કોપર કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલીને ૪ આરોપીઓને રૂ.૧.૦૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપ્‍યા

દરેડ જીઆઇડીસીના અર્જુન મેટલ કારખાનામાંથી ચોરીનો માલ મળ્‍યો, ૩ ચોર અને ૧ ખરીદનારની ધરપકડ, ૧ આરોપી હજુ વોન્‍ટેડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯: જામનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે કાલાવડ અને લાલપુર તાલુકામાં પવનચક્કીના ટાવરમાંથી થતી કોપર કેબલ વાયર ચોરીના વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલીને મોટી સફળતા મેળવી છે. એલ.સી.બી.એ રૂ.૧,૦૬,૫૧૦ ના મુદ્દામાલ સાથે ૪ ઇસમોને પકડી પાડ્‍યા છે.

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની સુચનાથી એલ.સી.બી. પી.આઈ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.વી. ભાટીયા અને તેમની ટીમે ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન એલ.સી.બી.ના રૂષીરાજસિંહ વાળા, હિતેન્‍દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલાને મળેલી ખાનગી બાતમીના આધારે જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસીમાં આવેલ અર્જુન મેટલ નામના કારખાનામાંથી દરોડા પાડી આરોપીઓને પકડવામાં આવ્‍યા.

પકડાયેલ આરોપીઓ  હાજી આદમ ખફી - રહે. મસીતીયા, તા.જી. જામનગર, અસગર યુસુબભાઈ ખફી - રહે. મસીતીયા, તા.જી. જામનગર, ગુલામહુશેન ઉર્ફે ભભો ગફારભાઈ ખફી - રહે. મસીતીયા, તા.જી. જામનગર, ચોરીનો માલ ખરીદનાર બળવંત દિલીપભાઈ ગોહીલ - રહે. મોરકંડા, તા.જી. જામનગર,પકડવાનો બાકી,કાના રહે. ખીમલીયા, તા.જી. જામનગરની શોધખોળ હાથ ધરી છે.

કબ્‍જે કરેલ મુદ્દામાલ - કુલ રૂ. ૧,૦૬,૫૧૦, કોપર વાયરના ટુકડા ૧૨૦ મીટર - કિં.રૂ.૭૧,૪૦૦,મોટરસાયકલ - ૧ - કિં.રૂ.૨૫,૦૦૦,મોબાઇલ ફોન - ૨ - કિં.રૂ.૧૦,૦૦, કટર મશીન - ૧ - કિં.રૂ. ૧૦૦, કેબલ વાયર કાપવાની તાણી - ૧ - કિં.રૂ.૧૦.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ મુખ્‍ય આરોપી હાજીભાઈ આદમભાઈ ખફી વિરુદ્ધ કાલાવડ, લાલપુર અને ભાયાવદર પોલીસ સ્‍ટેશનમાં અગાઉ પણ ચોરી અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે.

આ સમગ્ર કામગીરી પી.આઈ. વી.બી. ચૌધરીના માર્ગદર્શનમાં પી.એસ.આઈ. એમ.વી. ભાટીયા અને એલ.સી.બી. સ્‍ટાફ દ્વારા કરવામાં આવી છે.

(12:25 PM IST)