News of Tuesday, 26th May 2026
જામનગર મહાનગરપાલિકાના સુકાનીઓ જાહેરઃ મેયર પદે મોનિકા વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર
૬૪ માંથી ૬૦ બેઠકો સાથે ભાજપની બહુમતીઃ સ્ટેન્ડિંગ ચેરમેન ધીરેન મોનાણી, શાસકપક્ષ નેતા અમર મોદીઃ ભાજપ પ્રભારી ધનસુખભાઇ ભંડેરી દ્વારા જાહેરાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.ર૬: જામનગર મહાનગરપાલિકાના નવા સુકાનીઓની જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપના પ્રભારી ધનસુખ ભંડેરીએ મેયર સહિતના હોદ્દેદારોના નામો જાહેર કર્યા છે. ૬૪ માંથી ૬૦ બેઠકો સાથે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલા હોદ્દેદારોની યાદી આ મુજબ છેઃ મેયરઃ મોનિકા વ્યાસ, ડેપ્યુટી મેયરઃ રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનઃ ધીરેન મોનાણી, શાસકપક્ષના નેતાઃ અમર મોદી, દંડકઃ પ્રવિણાબેન રૂપડિયા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૬૪ માંથી ૬૦ બેઠકો જીતીને એકતરફી બહુમતી મેળવી છે. નવા હોદ્દેદારો ટૂંક સમયમાં જ પદભાર સંભાળી શહેરના વિકાસની કામગીરી આગળ ધપાવશે. (તસવીરઃ કિંજલ કારસરીયા-જામનગર)
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
