News of Tuesday, 14th April 2026
જામનગર મનપા વોર્ડ નં. 7માં વિવાદ: ત્રણ સંતાન હોવા છતાં ભાજપના ઉમેદવારનું ફોર્મ મંજૂર, કોંગ્રેસ હાઇકોર્ટમાં દાદ માંગશે
કોંગ્રેસના આક્ષેપ બાદ શહેર પ્રમુખ દિગુભા જાડેજા અમદાવાદ જવા રવાના : આવતીકાલે અદાલત સમક્ષ રજૂઆત કરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૪ : જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર સાતની ચૂંટણીમાં ભાજપના એક ઉમેદવારને ત્રણ સંતાનો હોવા છતાં ઉમેદવારી પત્ર મંજૂર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે નિયમ મુજબ ત્રણ સંતાન ધરાવનાર વ્યક્તિ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકે નહીં, તેમ છતાં ભાજપના ઉમેદવારનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે.
આ મુદ્દે કોંગ્રેસ આવતીકાલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાદ માંગશે. આ અંગે કાર્યવાહી માટે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અમદાવાદ જવા રવાના થયા છ
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
