News of Wednesday, 22nd April 2026
જામનગર એસ.ઓ.જી. દ્વારા PIT-NDPS એક્ટ હેઠળ ચાર રીઢા ગુનેગારોની અટકાયત : ગેરકાયદે નાર્કોટીક્સના વેપાર સાથે સંકળાયેલા જોડીયાના ચારેય ઈસમોને અમદાવાદ, વડોદરા, સુરત અને ભુજની જેલ હવાલે
ફરીદ બસીરભાઈ ખોડ વાઘેર, અજીજ મામદભાઈ ગાધ વાઘેર,અસગર ગનીભાઈ પલેજા વાઘેર, નુરમામદ ઉર્ફે નુરો સિદીકભાઈ છરેચાને અમદાવાદ, વડોદરા, સુરત તેમજ ભુજ મધ્યસ્થ જેલ હવાલે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨ : ગુજરાતને નશા મુક્ત કરવા અભિયાન અંતર્ગત જામનગર એસ.ઓ.જી. ટીમે PIT-NDPS એક્ટ મુજબ ચાર ઈસમોની અટકાયત કરી જુદી જુદી જેલ હવાલે કરી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.
સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સ પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણ અટકાવવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને જામનગર જીલ્લામાં માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને વારંવાર ગુનાઓ કરતા ઈસમો વિરુદ્ધ PIT-NDPS એક્ટ મુજબની દરખાસ્ત તૈયાર કરવા સૂચના અપાઈ હતી.
જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી.ખેર તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા N.D.P.S. એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલ ચાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ ઈસમો જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા હતા અને લોકોને આર્થિક પાયમાલી સર્જાય તેવી પુરેપુરી શક્યતા હોવાથી દરખાસ્ત મંજૂર થતા તેઓની અટકાયત કરવામાં આવી છે.
અટકાયત કરાયેલ ઈસમો: 1. ફરીદ બસીરભાઈ ખોડ વાઘેર, 2. અજીજ મામદભાઈ ગાધ વાઘેર, 3. અસગર ગનીભાઈ પલેજા વાઘેર, 4. નુરમામદ ઉર્ફે નુરો સિદીકભાઈ છરેચા. તમામ રહેવાસી જોડીયા ગામ, મોટાવાસ, તા.જોડીયા જી.જામનગર છે. આ ચારેય આરોપીઓને અમદાવાદ, વડોદરા, સુરત તેમજ ભુજ મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ કરેલ છે.
આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ.ઝેર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી.ખેર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.પી.જાડેજા તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
