<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

સોમનાથ ટ્રસ્ટ સંચાલિત અતિ પવિત્ર ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમી પર્વની ભારે ઉમંગ સાથે ઉજવણી :ઓનલાઇન દર્શનની વ્યવસ્થા

રાત્રિના 12ના ટકોરે કાનુડાના પ્રાગટ્ય પ્રસંગે સમગ્ર પરિસર "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી"ના ગગનભેદી નાદથી ગુંજી ઊઠશે

  સોમનાથ ટ્રસ્ટ સંચાલિત અતિ પવિત્ર ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમી પર્વની ભારે ઉમંગ સાથે ઉજવણી થઈ રહી છે. ધાર્મિક માન્યતા મુજબ આ એ જ સ્થળ છે જ્યાં પ્રભુ શ્રીકૃષ્ણે દેહત્યાગ કરી ત્રિવેણી ઘાટથી ગૌલોક પ્રયાણ કર્યું હતું. આ પાવન અવસરે પ્રભુના નૂતન વાઘા બદલવા સહિત સવાર, બપોર, સાંજ તેમજ રાત્રિના સમયે વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું છે. ગીર સોમનાથ જિલ્લા સહિત દેશના ખૂણે-ખૂણેથી વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઊમટી પડ્યા છે. દૂર વસતા ભાવિકો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શનની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાત્રિના 12ના ટકોરે કાનુડાના પ્રાગટ્ય પ્રસંગે સમગ્ર પરિસર "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી"ના ગગનભેદી નાદથી ગુંજી ઊઠશે. ત્યારબાદ પરંપરાગત મટકીફોડના રોમાંચક કાર્યક્રમ સાથે આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિ થશે.

(4:38 PM IST)