News of Monday, 13th July 2026
જેતપર ખેડૂત આંદોલનઃ સત્યાગ્રહ પાર્ટ-૩: કાલે ખેડૂતોની પદયાત્રા
મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી ખેડૂત- ભાઇ- બહેનો જોડાશેઃ કલેકટરને આવેદનપત્ર પાઠવાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા .૧૩: ખેડૂત આંદોલન પાર્ટ ૨ પૂર્ણ થયા બાદ જેતપર ગામે સમગ્ર ગુજરાતના ખેડૂતોની બે દિવસની મીટીંગ યોજાઈ હતી જે મીટીંગો બાદ ખેડૂતોને નવો પરિપત્ર માન્ય નથી વિષય સાથે મંગળવારે પદયાત્રા યોજી જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવશે.સત્યાગ્રહ પાર્ટ ૩ માં ખેડૂતોને નવો પરિપત્ર માન્ય નથી મુદા સાથે તા. ૧૪ ને મંગળવારે સવારે ૯ કલાકે મહેન્દ્રનગર ચોકડીથી ખેડૂતોની વિશાળ પદયાત્રા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે પદયાત્રા મહેન્દ્રનગર ચોકડીથી સર્કીટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, નટરાજ ફાટક, શોભેશ્વર રોડ થઈને કલેકટર કચેરી પહોંચશે.
જ્યાં ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ અને બહેનો એકત્ર થઈને મોરબી કલેકટરને નવા પરિપત્ર માન્ય નથી તે બાબતે આવેદન આપશે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
