તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 5th November 2026
જેતપુરઃ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

(યોગેશભાઇ ગાંધી દ્વારા) જેતપુર, તા.૫: જેતપુરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને રૂા. એક લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.
અત્રેથી મળતી વિગતો અનુસાર જેતપુરમા_ LIC માં એજન્ટ તરીકે કામકાજ કરે છે ચંદુલાલ નારણભાઈ દુધાત્રા જેતપુરના યોગેશભાઈ અનંતરાય ગાંધી પૂજા ફાયનાન્સ નામથી ફાયનાન્સ નો ધંધો કરે છે (આરોપી) ચંદુલાલ નારણભાઈ દુધાત્રા ને પારીવારીક કામ સબબ અંગત જરૂરીયાત અર્થે તા.૦૩/૦૩/૨૦૨૫ ના રોજ રૂ&.૧,૦૦,૦૦૦/- લોન આપેલ જે લોન ચુકવણી પેટે આરોપીએ ફરીયાદીને તા.૩૦/૦૬/૨૦૨૫ ના રોજ રૂ&.૧,૦૦,૦૦૦/- નો ચેક આપેલ જે ચેક ફરીયાદીએ બેંકમાં રજુ કરતા આરોપીના ખાતામાં ચેક પાસ થયા વગર પુરતી બેલેન્સ નહી હોવાથી ચેક પરત ફરેલ તેથી પૂજા ફાયનાન્સના એડવોકેટ દ્રારા આરોપીને નોટીસ ઈસ્યુ કરેલી અને નોટીસ મળવા છતા આરોપીએ નાણાની ચુકવણી નહી કરતા આરોપી સામે કાયદેસર કાનુની કાર્યવાહી કરી જેતપુર કોર્ટમાં ચાલતા પૂજા ફાયનાન્સના એડવોકેટેઢજુદા- જુદા દસ્તાવેજોના પુરાવા રજુ રાખી સોંગદ ઉપર પુરાવા રજુ રાખેલ
ે ત્યારબાદ કેસ આખરી દલીલો માટે રાખવામાં આવેલ ત્યારબાદ ફરીયાદી તરફે તેના વકીલશ્રીઓ ધારદાર દલીલો કરી આરોપીએ કાયદેસરના નાણાની ચુકવણી માટે ચેક ઈસ્યુ કરેલ અને લેણુ પણ પુરવાર થયેલ છે. તેમજ ચેક પરત ફરેલ છે તેથી આરોપીને નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ હેઠળ સજા કરવા માટે રજુઆત કરેલી. ફરીયાદીના વકીલશ્રીની દલીલો સાભળીને જેતપુરના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ડી.એમ. પરમાર ચંદુલાલ નારણભાઈ દુધાત્રાને એક વર્ષ ની જેલની સજા અને રૂશ્ર. ૧,૦૦,૦૦૦/-પુરા નું વળતર ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ કરેલ છે. આરોપી જજમેન્ટ જાહેર કરતા સમયે હાજર ન હોય તેઓની ગેરહાજરીમાં સી.આર.પી.સી. કલમ -૩૫૩ (૬) હેઠળ ચુકાદો જાહેર કરવામાં આવે છે.આરોપી સામે હુકમ સજા વોરંટ સંબંધિત પોલીસ અધિક્ષક કચેરી ખાતે મોકલવાનો હુકમ કરવામાં આવે છે.
ઉપરોક્ત કેસમાં ફરીયાદી તરફે જેતપુરના એડવોકેટ શ્રી પી.સી.અપારનાથી રોકાયેલા હતા.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
