<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ગેંગની સુત્રધાર રાજકોટની પ્રિયંકાને જેતપુર પોલીસે ઝડપી લીધી

જામકંડોરણાના ગુન્‍હામાં પણ વોન્‍ટેડ છે : જેતપુરના ગુન્‍હામાં પ્રિયંકા રીમાન્‍ડ ઉપર

રાજકોટ, તા. ૩ :  વેપારીઓ, ઉદ્યોગપતિ અને કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ટોળકીની મુખ્‍ય સુત્રધાર રાજકોટની મહિલાને જેતપુર પોલીસે ઝડપી લઇ એક દિ'ના રીમાન્‍ડ મેળવી પુછતાછ હાથ ધરી છે. આ મહિલા જામકંડોરણાના હનીટ્રેપના ગુન્‍હામાં પણ ફરાર છે.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક   વિજય સિંહ ગુર્જર દ્વારા જીલ્લાના નાશતા ફરતા આરોપીએને પકવાની કામગીરી કરવા સુચના કરેલ હોય, જે અન્‍વયે જેતપુરના નાયબ પોલીસ અધિક્ષક   આર.એ.ડોડીયાની સુચનાથી જેતપુર સીટી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર  એ.ડી.પરમાર તથા સ્‍ટાફફે જેતપુર તથા જામકંડોરણાના હનીટ્રેપના ગુન્‍હામાં ફરાર મુખ્‍ય સુત્રધાર પ્રિયંકા ઉર્ફે પીયુ હંસરાજભાઇ ગીણોયા મુળ રહે. ખરેડી તા.કલાવડ જી.જમનગર હાલ રહે.એ.જી. ચોક, પુષ્‍કરધામ, રાજકોટ ને પકડી પાડી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિ'ના રીમાન્‍ડ ઉપર સોંપવા હુકમ કર્યો છે.

પકડાયેલ પ્રિયંકા જામકંડોરણાની હનીટ્રેપના ગુન્‍માં ફરાર છે. તેની ટોળકીના અન્‍ય સાગ્રીતોની અગાઉ ધરપકડ થઇ ચુકી છે.

પકડાયેલ મહિલા પ્રિયંકા તથા તેના ટોળકીની કોઇ વ્‍યકિત ભોગ બનેલ હોઇ તો લગત વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનનો અથવા જેતપુર સીટી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જેતપુરના પી.આઇ.અજીતસિંહ પરમારે અપીલ કરી છે. 

 

(11:37 AM IST)