News of Wednesday, 9th September 2026
જસદણના રાજાવડલા ગામે જીગલબેન પર દિયર, દેરાણી અને સસરાનો હુમલો
પતિ છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યોઃ જમીનના ભાગ અને ઘર પાસે કચરો ઉડવા બાબતે ડખ્ખો થયો હતો

રાજકોટ તા. ૯ :.. જસદણના રાજાવડલા ગામે રહેતાં જીગલબેન ઉર્ફે જીગુબેન મુકેશભાઇ કટેશીયા (ઉ.વ.ર૮) સાથે જમીનના ભાગ બાબતે બોલચાલનો વહેવાર ન હોવાનો ખાર રાખી કચરો ઉડવા બાબતે બોલાચાલી કરી તેના સસરા-મનુ કટેશીયા, દિયર-જયરાજ અને દેરાણી-આશાબેન ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી ઉંધા ધારીયાના ઘા ઝીંકી દીધા હતાં. તેના પતિ છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર મારતા જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
જીગલબેને ફરીયાદમાં જણાવ્યું કે, તેના સસરા - દિયર સાથે પાડોશમાં એક જ ઓસરીએ રહે છે. ગઇકાલે રાત્રે તેના પતિ વાડીએ પાણી વાળતા હતા. અને તે ઘરે સફાઇ કરતા હતા ત્યારે કચરો દિયરના ઘર તરફ ઉડતા દેરાણીએ ઉશ્કેરાઇ ગાળો આપી હતી. બાદમાં સસરા, દિયર અને દેરાણીએ ઢીકાપાટુનો માર મારી ઉંઘા ધારીયાના ઘા ઝીંકતા ઇજા થઇ હતી. બુમાબુમ થતા પાણી વાળતા તેના પતિ છોડાવવા વચ્ચે પડતા તેના પર પણ પાઇપ અને ધારીયાથી હુમલો કરી ઇજા કરી હતી. એટલુ જ નહી આરોપીઓ આજ તો જીવતો નથી મુકવા, જાનથી મારી નાખવા છે. તેમ ધમકી આપતા હતા બુમાબુમ થતા ત્રણેય ત્યાંથી ચાલ્યા ગયા હતાં. તેને ઇજા થતા જસદણ બાદ રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જીગલબેને પોલીસને વધુમાં જણાવ્યુ કે, તેના સસરા અને દિયર ખેતીની જમીનમાં ભાગ આપતા ન આપતા છેલ્લા દોઢેક માસથી બોલવા-ચાલવાનો સંબંધ ન હતો. જેનો ખાર રાખી કચરો ઉડવા બાબતે દેરાણીએ બોલાચાલી કરી ગાળો આપી ત્રણેય હુમલો કરી આજ પછી તેને મિલ્કતમાં ભાગ નથી. આપવો. કહી ધમકી આપી હતી. જસદણ પોલીસના પીએસઆઇ એમ. ડી. વાઘેલાએ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
