<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

જિઓ પ્‍લેટફોર્મ્‍સ IPO: જામનગરમાં રોકાણકારો અને કર્મચારીઓ, ગૃહિણીઓની બેંકોમાં લાગી કતારોૅ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. રરઃ ટેલિકોમ અને ડિજિટલ ક્ષેત્રની અગ્રણી કંપની રિલાયન્‍સ ગ્રુપની સબસિડિયરી ‘જિઓ પ્‍લેટફોર્મ્‍સ લિમિટેડ'ના આઇપીઓ (IPO)ને લઈને સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં જબરદસ્‍ત ઉત્‍સુકતા જોવા મળી રહી છે. ખાસ કરીને જામનગર, ખંભાળિયા, દ્વારકા અને આસપાસના વિસ્‍તારોમાં રોકાણકારો તેમજ કંપનીના કર્મચારીઓ અને ગળહિણીઓમાં આ આઇપીઓને લઈને અભૂતપૂર્વ માહોલ સર્જાયો છે.

ગઈકાલ સવારથી જ આઇપીઓ ખુલતાની સાથે જ કર્મચારીઓ માટે વિશેષ એમ્‍પ્‍લોય ક્‍વોટા (Employee Quota) હોવાના કારણે રિલાયન્‍સના કર્મચારીઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. કર્મચારીઓ અને સ્‍થાનિક નાગરિકો ઉપરાંત ગળહિણીઓ પણ આ આઇપીઓમાં અરજી કરવા માટે કતારોમાં લાગેલા જોવા મળ્‍યા હતા. જામનગર ઉપરાંત ખંભાળિયાની ગલીઓથી લઈને ગ્રામ્‍ય વિસ્‍તારો સુધી માત્ર જિઓ આઇપીઓની જ ચર્ચા ચાલી રહી છે. યુવા રોકાણકારોથી લઈને વડીલો સુધી સૌ કોઈ પોતાના ડિમેટ એકાઉન્‍ટ અપડેટ કરાવી રહ્યા છે અને બ્રોકરેજ હાઉસ તેમજ બેંકોમાં પૂછપરછનો ધોધ છૂટયો હતો.(તસવીરઃ  કિંજલ કારસરીયા)

(12:57 PM IST)