News of Saturday, 21st November 2026
જીતુભાઈ વાઘાણીનું દેવચંદભાઈ કપોપરા દ્વારા સન્માન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૧: રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી મહેશભાઈ કસવાળાની ઓફિસે પધાર્યા હતા. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી, સાવરકુંડલાના ઉદ્યોગપતિ તેમજ શહેરમાં સામાજિક એકતા અને સંગઠનના કાર્યોમાં હંમેશાં અગ્રેસર રહેતા દેવચંદભાઈ કપોપરા દ્વારા જીતુભાઈ વાઘાણીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. દેવચંદભાઈ કપોપરા સાવરકુંડલા શહેરમાં બિનરાજકીય વ્યક્તિ તરીકે આગવું સ્થાન ધરાવે છે. શહેરના સામાજિક, સેવાકીય અને એકતાના કાર્યોમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. શહેરના વિવિધ વર્ગોને સાથે રાખી સૌહાર્દ અને એકતાની ભાવનાને મજબૂત બનાવવાના કાર્યોમાં તેઓ હંમેશાં અગ્રેસર રહ્યા છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
