News of Saturday, 11th July 2026
જુનાગઢ નવા બાયપાસ પર કાર આઇસર વચ્ચે ટક્કરઃ ૪ના મોત
બનાસકાંઠાનો પરિવાર અસ્થિ વિસર્જન માટે સોમનાથ જતો હતો ત્યારે અકસ્માત નડયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૧: જુનાગઢ પાસેના નવા બાઇપાસ પર આજે સવારે કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મળત્યુ થયા હોવાનું અને ચાર વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળેલ છે.
અકસ્માતના બનાવ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો એવી છે કે, જુનાગઢ નજીક નવા બાયપાસ પર મજેવડીથી કેશોદ તરફ જતા પુલ પાસે આજે વહેલી સવારે કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
બંને વાહન સામસામે અથડાતા કારમાં સવાર ચાર વ્યક્તિનું ગંભીર ઈજા થવાથી મળત્યુ નિપજ્યું હતું. જ્યારે ચાર લોકોને નાની મોટી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં તાલુકા પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તો સહિતનાને હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર બનાસકાંઠા જિલ્લાનો હોવાનું અને અસ્થિ પધરાવવા માટે સોમનાથ જતા હોવાનું જાણવા મળેલ છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
