તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
જૂનાગઢ ઋષિરાજ આશ્રમે અવિરત અન્નક્ષેત્ર

જૂનાગઢઃ ભરડાવાવ પાસે આવેલ શ્રી ઋષિરાજ આશ્રમ ગોૈશાળા ખાતે મહંત પુ બલરામદાસબાપુ તથા તેમના શિષ્યા પુ મહેશ્વરી દેવીજી દ્વારા પરિક્રમાનો પ્રાર઼ંભ પૂર્વે અન્નક્ષેત્રનો પ્રારંભ થયો છે જેમાં સતત પાંચ દિવસ સુધી ભાવિકોને ગાઠીયા ભજીયા માલપૂવા કઢી ખીચડી શાક રોટલી દુધ છાસ ભાવથી પિરસવામાં આવી રહયા છે.અને ભવનાથ તળેટી તરફ જવા માટેના મુખ્ય દ્વાર કે જયાથી પરિક્રમાર્થીઓ પસાર થાય છે તેવા કેન્દ્રબિંદુ સમા આ આશ્રમમાં અવિરત અન્નક્ષેત્ર ધમધમી રહયુ છે. (અહેવાલઃ વિનુજોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલાઃ જૂનાગઢ)
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
