News of Tuesday, 8th September 2026
કડીના વાત્સલ્યમૂર્તિ વિશ્વધરાભુષણ પૂ. ઉર્વશીબાની સૂક્ષ્મદ્રષ્ટિથી ઝળહળતું રાજ રાજેશ્વરી પીઠમ્

જે રીતે દિવસ અને રાતના મીલન સમયને સંધ્યાકાળ કહેવામાં આવ છે. તે રીતે ઋતુઓના મીલનકાળને ઋતુસંધ્યા કહેવામાં આવે છે. આ સંધ્યાકાળ નવ-નવ દિવસ માટે નવરાત્રીના રૂપે વર્ષમાં ચાર વખત આવે છે. શરીર અને મનના વિકારો દુરકરવા માટે આ સમય સૌથી શ્રેષ્ઠ છે. નવરાત્રીમાં સાધના કરવામાં આવે તો તે અન્યદિવસો કરતા વધુ ફળદાયી ઠરે છે. આ દિવસોમાં અધ્યાત્મિક બીજવાવવામાં આવે તો તેનું સારું ફળ મળે છે.
ચાર નવરાત્રીમાં આસો અને ચૈત્રી નવરાત્રીનું મહત્વ ઘણું છે. જેમાં શક્તિની આરાધના થાય છે. શક્તિ બે પ્રકારની છે. એક ભૌતિક શક્તિ અને બીજી આધ્યાત્મિક શક્તિ કે દૈવી શક્તિ. ભૌતિક શક્તિનો નાશ અવશ્ય થાય છે. નશ્વર વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થયેલી નશ્વર શક્તિ છે. દૈવી શક્તિ આધ્યાત્મિક એ શાશ્વત શક્તિ છે. આ દેવી શક્તિ જ સળષ્ટિનું સર્જન કરે છે,પાલન છે અને સંહાર પણ કરે છે. આ દૈવી શક્તિ વિવિધ રૂપમાં પ્રચલિત છે. શક્તિવાન જ સર્વ કંઈ કરવા સમર્થ હોય છે. સુખ સમળદ્ધિ ઐશ્વર્ય વૈભવ બધું શક્તિના સહારે જ પ્રાપ્ત થાય છે. જ્ઞાની અને શક્તિવાન જ સર્વત્ર વિજયી બને છે, સફળ બને છે. એટલે જ પ્રાચીન કાળથી આપણાં દેશમાં શક્તિની આરાધના થતી આવી છે. આપણે પણ કડીમાં નિર્વાણ પામેલા ‘શ્રી રાજ રાજેશ્વરી પીઠમ્' માં જઈશું.
ભાવિકો શક્તિની આરાધના -ઉપાસના, જય, સ્મળતિ કરી મહાશક્તિને જાગળત કરે છે. આ શક્તિ દ્વારા આંતરિક દોષો દૂર થાય છે અને પરમ દિવ્ય પરમ તેજ પ્રાપ્ત થાય છે. આ મહાશક્તિ જીવને શિવ સાથે મિલાવી શિવ બનાવી દે છે. આ દૈવી મહાશક્તિનો મહિમા અપરંપાર છે. આ શક્તિજ આધિ વ્યાધી અને ઉપાધીનો નાશ કરી શાશ્વત સુખ પ્રદાન કરે છે. શુદ્ધ વિચાર એ વીજળી કરતાં વધુ મહાન શક્તિ છે. વિચારોની શક્તિ બહુ પ્રબળ હોય છે. વિચારો થઈ દર્દ નિવારી શકાય છે. સારા વિચારોથી માનવીની મનોવળત્તિ બદલી શકાય છે. વિચારો થઈ કંઈ પણ થઈ શકે છે. માઁની ભક્તિ થકી સારા વિચારો ઉત્પન્ન કરી શકાય છે. વિચાર એ સળષ્ટિ પરનું મોટામાં મોટું બળ છે.
માનવીના શષા સર્જામમા તે સૌથી વધુ સક્ષમ શષા છે. રચનાત્મકવિચાર આપણું પરિવર્તન કરે છે, પુનઃ ઘડતર કરે છે. વિચારો આપણા જીવનનું નિયંત્રણ કરે છે. તે આપણાં ચારિત્ર્યનું ઘડતર કરે છે અને પ્રારબ્ધનું નિર્માણ કરે છે. માનવ જાતિને શાંતિ આપે સમાજમાં અને દેશમાં સમળદ્ધિ અને વ્યક્તિમાત્રનું સ્વતંત્ર્ય લાવે તેવી સંસ્કળતિનું નિર્માણ શુદ્ધ વિચારોથી જ થઈ શકે છે. દુર્ગા દુર્ગતિ નાશિની એટલે કે જે દુર્ગતિનો નાશ કરે એ દુર્ગા. દુર્ગા એજ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ઉત્પત્તિ કરનારી અને પોષણ કરનારી મહાશક્તિ છે. સનાતન ધર્મમાં આદિકાળથી માનવ હંમેશા શક્તિ અને પ્રકળતિને પ્રસન્ન રાખવા સાધના, આરાધના અને ઉપાસના કરતો આવ્યો છે. માઁની કળપા વગર સંસારની સફળતા હોતી નથી. સાધના ગમે તે હોય પણ શક્તિની આરાધના વગર તે સાધના ફળીભૂત થતી નથી.
કડીમાં આનંદધામ,૨૪ આનંદપાર્ક ખાતે ‘શ્રી રાજ રાજેશ્વરી પીઠમ્'ના દર્શન કરવા જીવનનો અનન્ય લ્હાવો છે. વિદ્યા ઉપાસક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પીઠ પર માનવ મૂલ્યના ઉમદા કર્તવ્ય ભક્તિ-જ્ઞાન તથા સાધકોને પથદર્શન, મંત્રજાપ, ધ્યાન, પૂજન-અર્ચન અનુષ્ઠાન પૂરશ્વરણ કરવા, સત્સંગ સભા, સમાજ સેવા આરોગ્ય નિદાન કેમ્પ, ધાર્મિક સભા તથા આધ્યાત્મિક જ્ઞાન-વિજ્ઞાનનો પ્રસાર, શ્રીવિદ્યા તથા શક્તિ રહસ્ય વિશે વિવેચનાત્મક પરિહંસવાદ અને રહસ્ય પ્રગટ કરતા સાહિત્યનો સંગ્રહ અને વિતરણ આનંદ ગ્રંથાલય, મેનાબા માલ સંસ્કાર કેન્દ્ર તથા અન્ન અને ઔષધ સહાય. ઉપાસના-વિદ્યા સહિત આદ્યતમનું સુંદર જ્ઞાન કરાવતું દ્વિમાસિક પ્રસિદ્ધ થાય છે. વિદેશના લંડન ખાતે શિવ ઉપાસક મંડળ સુંદર રીતે ચાલી રહેલ છે સમય સમયે સમુહલગ્નોનું આયોજન પણ થાય છે. પીઠમ નુતનવર્ષ અન્નકૂટ દેવીબા જન્મોત્સવ મહા સુદ ૪ થઈ ૬ શિવગુરુ પૂર્ણાભિષેક, પાટોત્સવ, ગુરુપૂર્ણિમા શ્રાવણ માસમાં શિવપુરાણ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રી પૂર્ણ ભવ્યતાથી ઉજવાય છે. પ.પૂ. શ્રીદેવીબા અને પ.પૂ. શિવગુરુજીએ કરેલ દ્રઢ સંકલ્પો, સંકલ્પોના ભારોભાર દર્શન થાય છે. આજ પરંપરાના વાહકો વિશ્વધરાભુષણ પ.પૂ. શ્રી ઉર્વશીબા (જય અંબે) નીતાદેવી આગળ ધપાવી મુગટ પરનું મોરપીંછ બની રહ્યો છે.
આલેખન :
મનીષ પી. દવે (પત્રકાર)
ભાવનગર
મો. : ૯૪૨૬૮૩૦૩૬૮
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
