News of Tuesday, 14th July 2026
કાલાવડ તાલુકાના મોટાભાડુકીયા ગામેથી ડીગ્રી વગરના ડોકટરને પકડી પાડતી કાલાવડ ગ્રામ્ય પોલીસ
બાતમીના આધારે પોલીસે રેડ પાડી નકલી ડોક્ટરને દબોચી લીધો : એલોપેથી દવાઓ તથા મેડીકલના સાધનો તથા રોકડા રૂપીયા સહિતનો મુદામાલ જપ્ત કર્યો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ રાજકોટ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા જામ.ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડયાનાઓએ બોગસ ડોકટરો અંગેના કેશો શોધી કાઢવા અંગે સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જેથી કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી.આંબલીયાનાઓએ તે અનુસંધાને જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા જે અનુસંધાને નીકાવા આ.પો પોલીસ સ્ટાફના માણસોને હકીકત મળેલ કે મોટા ભાડુકિયા ગામે પ્રવીણભાઇ હીરપરા કોઇપણ જાતની મેડીકલ ડિગ્રી વગર તથા ગેરકાયદેસર રીતે દવાખાનુ ચલાવે છે જેવી ચોક્કસ હકીકત મળતા પી.એચ.સી નીકાવા સેન્ટરના ફાર્માસીસ્ટ મોહનલાલ માવજીભાઇ ઠેસીયા સા.નાઓને મદદમાં લઇ મોટા ભાડુકીયા ગામે હકિકત વાળી જગ્યાએ રેઈડ કરી પ્રવીણભાઈ પરસોતમભાઇ હીરપરા (ઉ.વ.૫૦ ) ધંધો-ખેતી (રહે.મોટા ભાડુકીયાગામ તા.કાલાવડ જી.જામનગર) કોઇપણ જાતની મેડીકલ ડિગ્રી વગર તથા ગેરકાયદેસર રીતે અલગ-અલગ કંપનીની એલોપેથી દવાઓ તથા મેડીકલના સાધનો તથા રોકડા રૂપીયા મળી કુલ કિ.રૂ.૧૭૯૮૬/- ના મુદામાલ સાથે પકડાઇ જતાં તેના વિરુધ્ધમાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૨૦૫૬૨૬૦૬૨૨/૨૦૨૬ બી.એન.એસ. કલમ- ૧૨૫ તથા મેડીકલ પ્રેકટીશનએ એક્ટ અધિનિયમ-૧૯૬૩ ની કલમ ૩૦,૩૩ મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી પ્રવીણભાઇ પરસોતમભાઇ હીરપરા ઉ.વ.૫૦ ધંધો ખેતી રહે.મોટાભાડુકીયાગામ તા.કાલાવડ જી.જામનગર
P.I. એન.વી.આંબલીયા તથા PSI સી.બી. રાંકજા તથા ASI રાજદીપસિંહ.વી.ગોહિલ દ્વારા કામગીરી કરાઈ છે
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
