News of Tuesday, 12th May 2026
બાબરાના પીઆઈ આર.આર. પરમારનું યુવાધનને પ્રેરણાદાયી માર્ગદર્શન, ‘‘ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી કામ-ધંધા અને સારા માર્ગેઆગળ વધો'' રી-કન્સ્ટ્રક્શન દરમિયાન ગ્રામજનોને આપ્યો માનવતાભર્યો સંદેશ

(દિપક કનૈયા) બાબરા : બાબરા ખાતે તાજેતરમાં બનેલા હત્યાના બનાવના અનુસંધાને આરોપીઓના રી-કન્સ્ટ્રક્શન દરમિયાન પીઆઈ આર.આર. પરમારે સમાજને સ્પર્શી જાય એવું માર્ગદર્શન આપ્યું હતું. ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવળત્તિઓથી દૂર રહેવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે ગુનાના માર્ગે જવાથી માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ગુનાહિત પ્રવળત્તિના કારણે પરિવારની માન-આબરૂ, ભવિષ્ય અને શાંતિ ઉપર ગંભીર અસર પડે છે. તેમણે યુવાઓને મહેનત, કામ-ધંધા અને સકારાત્મક માર્ગ અપનાવી જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. પીઆઈ પરમારના સરળ, માનવતાભર્યા અને સમજણપૂર્વકના અભિગમથી ઉપસ્થિત લોકોમાં સકારાત્મક સંદેશ પ્રસરી ગયો હતો. બાબરામાં લાંબા સમય બાદ પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસપૂર્ણ વાતાવરણ ઉભું કરનાર અધિકારી તરીકે પીઆઈ આર.આર. પરમારની કામગીરી ચર્ચાનો વિષય બની છે. તેઓ પ્રજાના પ્રશ્નોને સાંભળી તેનું યોગ્ય નિરાકરણ લાવવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું લોકોમાં માનવામાં આવે છે. સ્થાનિક લોકોએ પણ આશા વ્યક્ત કરી હતી કે જો બાબરા પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ પીઆઈ પરમારના માનવતાભર્યા અભિગમ સાથે કાર્ય કરશે તો પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ અને સહકાર વધુ મજબૂત બનશે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
