News of Saturday, 14th November 2026
કેશોદના અજાબ ગ્રામ પંચાયતને તાળાબંધી : તલાટીની સહી નહીં થાય ત્યાં સુધી પંચાયત ખૂલશે નહીં !
અનેક વખતની રજૂઆતો બાદ પણ આર્થિક નબળા વર્ગ સહિતના પ્રમાણપત્રો ઇશ્યૂ નહીં થતા લોકહિત માં સરપંચે લીધો નિર્ણય

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૪: જાહેર હીત ને ધ્યાને લઈ EWS (આર્થિક પછાત વર્ગ) સહિતના જરૂરી પ્રમાણપત્રો સંબંધિત અધિકારી દ્વારા જ્યાં સુધી ઇસ્યુ કરવામાં ન આવે ત્યાં સુધી ને અજાબ ગ્રામ પંચાયત ને તાળાબંધી કરી પંચાયતની ઓફિસ બંધ રાખવાનો કેશોદ તાલુકાના અજાબ ગામ ના સરપંચ મગનભાઈ અઘેરાએ નિર્ણય જાહેર કરી આ અંગેની સમસ્યાનું તાત્કાલિક અસરથી નિર્ણય લાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવી અજાબના ગ્રામજનો નો અવાજ દેશના પાટનગર દિલ્હી સુધી પહોંચાડવા નો પ્રયાસ કરેલ છે.
અજાબ ગ્રામ પંચાયત ના સરપંચ મગનભાઈ અઘેરાએ જણાવેલ હતું કે, સ્થાનિક અજાબ સહિત કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અરજદારો એ આર્થિક પછાત વર્ગ (EWS) તથા અન્ય પ્રમાણપત્રો મેળવવા માટે અરજીના દસ્તાવેજો પર તલાટી ની સહી અનિવાર્ય બને છે.પરંતુ પંચાયતના તલાટી કમ મંત્રી તથા મહેસુલ મંત્રી પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય તેમ અરજદારોને સહી કરવાની સ્પષ્ટ ના પાડતા આ વિટંબણા વચ્ચે આ અંગેની પ્રક્રિયા લગભગ છેલ્લા એકાદ માસથી ખોરંભાય જવા પામેલ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે અરજદારોની અરજી ના દસ્તાવેજો પર સહી કરવાની જવાબદારી કયાં અધિકારી ની છે ? તે બાબતે સંબંધિત સક્ષમ અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટતા થતી ન હોય ગ્રામજનો ભારે દ્વિઘા અનુભવી રહ્યા છે.
આ અંગે સ્થાનિક મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત લાગતા વળગતા સંબંધી અધિકારીઓ સમક્ષ મારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ પ્રશ્ન નો આજ દિન સુધી કોઈ ઉકેલ આવેલ નથી, આ સ્થિતિ વચ્ચે અજાબ ગામના ગ્રામજનો સ્વભાવિક રીતે જ એક સરપંચ (પ્રજાના પ્રતિનિધિ) ના નાતે મારી પાસે આવે છે. પરંતુ લાગતા વળગતા સંબંધિત જવાબદારો દ્વારા આ અંગે કોઈ હકારાત્મક અભિગમ મળતો ન હોય પરિણામે જરૂરી સર્ટીફીકેટ ઇસ્યુ કરવા માટે કયા અધિકારી નો સંપર્ક કરવો તે અંગે અમો અરજદારો ને કોઈ સ્પષ્ટ જવાબ આપી શકતા નથી ! પરિણામે જ્યાં સુધી જવાબદાર સંબંધિત અધિકારી ની શ્નમહોરઙ્ખ ની રાહ માં લાંબા સમયથી અટકી પડેલ અરજદારોના સર્ટિફિકેટ ઇસ્યુ કરવા અંગેની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રામજનો ની લાગણી અને માંગણી ને ધ્યાને લઈ અજાબ ગામની ગ્રામ પંચાયત નું કાર્યાલય બંધ રાખી, જરૂરી વહીવટી તમામ કામગીરી ઠપ્પ કરી દેવાનો ગ્રામજનો ની સહમતી થી નિર્ણય લેવામાં આવેલ છે.
દરમિયાન આ પ્રશ્નનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવા માટે દેશના પાટનગર-દિલ્હી ખાતે થી ગુજરાત સરકારના જવાબદાર સંબંધિત વિભાગને જરૂરી આદેશ આપવામાં આવે તેવા આશય અને આશા સાથે આ સ્થાનિક કક્ષાના પ્રશ્નની અજાબ ગામના ગ્રામજનો વતી ના છૂટકે દેશના પ્રધાનમંત્રીશ્રી ને પત્ર પાઠવી રજૂઆત કરવાની ફરજ પાડેલ હોવાનું શ્રી અઘેરા એ અંતમાં જણાવેલ.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
