<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

ખેડૂતોને ન્‍યાય અપાવવા કીર્તિ પટેલ અને બની ગજેરાએ

ભાવનગરમાં મંત્રી વાઘાણીની ઓફિસે જઈ આવેદનપત્ર પાઠવ્‍યું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮:  કીર્તિ પટેલ અને બની ગજેરાએ ખેડૂતોના પડતર પ્રશ્નો અને ન્‍યાયની માંગ સાથે  રાજ્‍યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ભાવનગર સ્‍થિત કચેરીએ રૂબરૂ પહોંચ્‍યા હતા.

ત્‍યાં તેમણે મંત્રીશ્રીની કચેરીના સ્‍ટાફને એક  આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ આવેદનપત્ર આપવાનો મુખ્‍ય હેતુ રાજ્‍યના જગતના તાત એટલે કે ખેડૂતોને તેમના પડતર પ્રશ્નોમાં યોગ્‍ય ન્‍યાય મળી રહે અને તેમની મુશ્‍કેલીઓનો વહેલી તકે સુખદ અંત આવે તે માટે સરકારનું ધ્‍યાન દોરવાનો હતો. કીર્તિ પટેલ અને બની ગજેરાએ આ તકે જણાવ્‍યું હતું કે ખેડૂતોની રજૂઆતોને વહીવટી સ્‍તરે યોગ્‍ય વાચા મળે તે ખૂબ જ જરૂરી છે. મંત્રીશ્રીની કચેરી દ્વારા આ આવેદનપત્ર સ્‍વીકારીને આ બાબતે યોગ્‍ય સ્‍તરે રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું છે

(10:48 AM IST)