News of Saturday, 14th November 2026
જસદણમાં તહેવારોમાં કોટડીયા ડોક્ટર હાઉસની 24×7 આરોગ્ય સેવાઃ ૨૭ ડિલિવરી સહિત અનેક ઇમરજન્સી દર્દીઓને સારવાર

(હુસામુદ્દીન કપાસી દ્વારા ) જસદણ, તા.૧૪: જસદણમાં દિવાળીના તહેવારો દરમિયાન જસદણ, ચોટીલા, વિંછીયા, બાબરા અને આસપાસના પંથકના દર્દીઓ માટે કોટડીયા ડોક્ટર હાઉસ આશીર્વાદરૂપ સાબિત થયું હતું. દિવાળીની રજાઓ દરમિયાન હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ૨૭ ડિલિવરી કરવામાં આવી હતી. ૨૦૦ દર્દીએ ઇમરજન્સી મા સારવાર લીધી. બાળરોગ વિભાગમાં આશરે ૧૫૦ બાળકોને ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી, જ્યારે ૬ બાળકોને ફત્ઘ્શ્માંસારવાર મળી હતી.
સર્જરી વિભાગમાં ૪૦ જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી અને ૪થી ૫ દર્દીઓની ઇમરજન્સીમાં નાની-મોટી સર્જરી કરવામાં આવી હતી. ઓર્થોપેડિક વિભાગમાં આશરે ૫૦ દર્દીઓને ફ્રેક્ચર સહિતની હાડકાં સંબંધિત તકલીફો માટે સારવાર આપવામાં આવી હતી અને ૫ દર્દીઓનાં ઇમરજન્સી ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. ICU અને ટ્રોમા સેન્ટરમાં આશરે ૨૦૦ દર્દીઓને ઇમરજન્સી સારવાર મળી હતી. જેમાંથી ૨૨ દર્દીઓને ડોક્ટરોની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા અને ૭ ગંભીર દર્દીઓને ᅠICUમાં સારવાર આપવામાં આવી હતી. આ સેવાકાર્યમાં ગાયનેક વિભાગમાં ડો. પંકજ કોટડીયા અને ડો. કાર્તિક હિરપરા, બાળરોગ વિભાગમાં ડો. જયદીપ ઘોણિયા અને ડો. જતીન કાકડિયા, મેડિસિન વિભાગમાં ડો. મયૂર ભુવા અને ડો. નિકુંજ વેકરિયા, ICUમાં ડો. દિવ્યેશ ગોહેલ, સર્જરી વિભાગમાં ડો. કપિલ ચક્રાણી તથા ઓર્થોપેડિક વિભાગમાં ડો. ભગીરથ દવેએ પોતાની સેવાઓ આપી હતી.
દર્દી પ્રથમ અને સારવાર સર્વોપરી‘ના ધ્યેય સાથે કોટડીયા ડોક્ટર હાઉસની ટીમે તહેવારો દરમિયાન પણ સતત આરોગ્ય સેવા પૂરી પાડી હતી. તહેવાર હોય કે રજાનો દિવસ, દર્દીઓની જરૂરિયાતના સમયે 24×7 હાજર રહેવાનો હોસ્પિટલનો સંકલ્પ ફરી એકવાર સાર્થક થયો હતો.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
