News of Tuesday, 10th November 2026
કુંભારીયા ગામે ગેરકાયદેસર પવન ચક્કીઓ મુદ્દે ખેડૂતની ચીમકી: 20 નવેમ્બર સુધીમાં કાર્યવાહી નહિ થાય તો કલેક્ટર કચેરીએ તાળાબંધી.
પવન ચક્કી રોડ રસ્તાથી માત્ર 20, 25, 50 ફૂટ દૂર, જાનહાનિ થાય તો જવાબદારી જિલ્લા કલેક્ટરની રહેશે: અરજદાર

( પ્રવણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામના રણછોડભાઈ લખમણભાઈ બાબરીયાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરી ગામમાં ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી પવન ચક્કીઓ બંધ કરાવવા માંગ કરી છે. અરજીમાં ચીમકી આપવામાં આવી છે કે 20 નવેમ્બર સુધીમાં કાર્યવાહી નહિ થાય તો 20 નવેમ્બરે કલેક્ટર કચેરીમાં યોજાતા સંકલન સહ ફરીયાદ નિવારણ કાર્યક્રમને તાળાબંધી કરવામાં આવશે.
અરજદારે જણાવ્યું છે કે ગામમાં ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી આ પવન ચક્કીઓ રોડ રસ્તાની નજીક, અંદાજે 20, 25 અને 50 ફૂટના અંતરે આવેલી છે. જો આ પવન ચક્કી પડે અને કોઈ જાનહાનિ થાય, તો તેના માટે જિલ્લા કલેક્ટર જવાબદાર રહેશે તેવું અરજીમાં જણાવાયું છે. વધુમાં અરજદારે દાવો કર્યો છે કે અગાઉ સંકલન સાથે ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં 36 અરજીઓ કરવામાં આવેલી છે, છતાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આથી આ અરજી મળ્યે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
