<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

પોરબંદર જિલ્લાના પ્રવાસે કુંવરજીભાઇ બાવળિયા : અછત સ્‍થિતિ અંગે વિવિધ બેઠકો

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૯ : પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયા આજે જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.

કુંવરજીભાઇ પ્રવાસ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા અન્‍ય પદાધિકારીઓ સાથે વિવિધ બેઠકો કરીને અછત સ્‍થિતિ તથા વિકાસની કામગીરીની સમીક્ષા કરશે.

પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા આજે પોરબંદર જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે.  તેમના પ્રવાસ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ તેમજ અન્‍ય સંબંધિત પદાધિકારીઓ સાથે વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કુંવરજીભાઇના આ પ્રવાસ દરમિયાન પોરબંદર જિલ્લાના અચ્‍છતની પરિસ્‍થિતિની સમીક્ષા અંગે વહીવટી તંત્ર સાથે બેઠક યોજાશે. આ ઉપરાંત, જિલ્લાના ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી ગ્રામ વિકાસને લગતા વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે.

રાજ્‍યમાં વડાપ્રધાનના કાર્યક્રમના આયોજન સંદર્ભે પોરબંદર જિલ્લાના અધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ તથા સંગઠનોના હોદ્દેદારો સાથે બેઠકો યોજવામાં આવશે. આ બેઠકમાં કાર્યક્રમના સુચારુ આયોજન અને જરૂરી વ્‍યવસ્‍થાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે

(1:21 PM IST)