News of Saturday, 20th June 2026
પોરબંદરમાં પ્રિ-મોનસુન કામગીરી સમયસર પુર્ણ કરવા કુંવરજીભાઇની સુચના
પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાની પ્રિ-મોનસુન કામગીરીની સમીક્ષા બેઠક મળીઃ જિલ્લા આયોજન મંડળની મીટીંગમાં વિકાસ યોજના અમલીકરણ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર, તા., ૨૦ : જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને ૅિપ્રમોન્સુન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ચોમાસા પૂર્વે કરવામાં આવેલી તૈયારીઓ, સંભવિત વરસાદી પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી, ડ્રેનેજ વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, પાણી નિકાલ, વીજ પુરવઠો, માર્ગ વ્યવસ્થા, આશ્રય સ્થાનો, તેમજ સર્પદંશ, વાયરલ ડિસીઝ અને પાણી તથા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અંગે વિસ્તળત ચર્ચા કરવામાં આવી હતી. પ્રિ-મોન્સુન કામગીરી ચોમાસા પહેલા સમયસર પુર્ણ કરવા કુંવરજીભાઇ બાવળીયાએ અધિકારીઓને સુચના આપી હતી.
પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇએ અધિકારીઓને ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમણે તાલુકા કક્ષાએ પણ સમીક્ષા બેઠકો યોજી ભૂતકાળના અનુભવોના આધારે આગોતરી આયોજન સાથે કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
મંત્રીશ્રી કુંવરજીભાઇએ વિવિધ વિભાગો વચ્ચે સુમેળ અને સંકલન જાળવી અસરકારક કામગીરી સુનિヘતિ કરવા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સતર્કતા રાખવા ભાર મૂકયો હતો. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ વિકાસ અને બાંધકામના દરેક કાર્યમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન થવી જોઈએ. મંત્રીશ્રીએ પヘમિ ગુજરાત વીજ કંપની (PGVCL)ને કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત રાખવા, જર્જરિત વીજ વાયરો બદલવા તેમજ વળક્ષોની ડાળીઓનું કટીંગ કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકયો હતો.
મંત્રીશ્રીકુંવરજીભાઇએ માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા ખલાસીઓ અને ગામડાઓમાં મજૂરોને ઈ-શ્રમ કાર્ડ આપવાની કામગીરી ઝડપી બનાવવા તેમજ માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે વાહનોમાં પાછળના ભાગે રિફ્લેક્ટર લગાવવાની કામગીરી કરવા જરૂરી સૂચનો કર્યા હતાં.
આ બેઠક દરમિયાન ડિઝાસ્ટર મામલતદાર અનુરાગ લાડાણીએ જિલ્લાના ૅિપ્રમોન્સુન એક્શન પ્લાન, આપત્તિ વ્યવસ્થાપન વ્યવસ્થા તેમજ વિવિધ વિભાગોની તૈયારીઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં સર્વશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા,મેયર સાગરભાઈ મોદી, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજા, ડીસીએફ ચિરાગ ચાંદગુડે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ જયેશભાઈ ભૂતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, અગ્રણી રમેશભાઈ પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
