<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

વિસાવદરના લાલપુર ગામે ધોમધખતા તાપમાં ઠંડા પાણીનુ કુલર મુકાયુ : સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આવકાર

સ્વર્ગસ્થ રૈયાબેન ભુરાભાઈ છોટાળાના આત્મ કલ્યાણ અર્થે તેમના પુત્ર શ્રી સુખાભાઈના આર્થિક સહયોગથી ઠંડા પાણીનુ કૂલર અર્પણ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :આજરોજ વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર વિસાવદર દ્વારા લાલપુર મુકામે સ્વ.રૈયાબેન ભુરાભાઈ છોટાળાના આત્મ કલ્યાણ અર્થ તેમના પુત્ર સુખાભાઈના આર્થિક સહયોગ થી ઠંડા પાણી નું કૂલર અર્પણ કરેલ છે.  લાલપુરના સરપંચ કાનજીભાઈ નાજાભાઈ વાઘમસી એ આ કાર્યને બીરદાવેલ છે.

(11:00 PM IST)