News of Saturday, 18th July 2026
ઉપલેટાના લક્ષમણભાઇ કટારાનું હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્યુ
સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૮: ઉપલેટામાં રહેતાં વૃધ્ધનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું છે. ઉપલેટામાં નવી કોલેજ નજીક અર્જુન સોસાયટીમાં રહેતાં લક્ષમણભાઇ અમરાભાઇ કટારા (ઉ.વ.૬૮) અગાઉ જુન મહિનામાં ઉપલેટા બસ સ્ટેશન પાસે બાઇકની કીક મારતી વખતે પડી જતાં સાથળમાં ઇજા થઇ હતી. બાદમાં ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવાયું હતું.ત્યારબાદ રજા અપાતાં ઘરે લઇ જવાયા પછી ફરીથી તબીયત બગડતાં ગત ૧૬મીએ ફરી ઉપલેટાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. સગાના કહેવા મુજબ પોસ્ટમોર્ટમ થતાં હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉપલેટા પોલીસને જાણ કરી હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
