News of Wednesday, 4th November 2026
ગોંડલ-ધોરાજીના એનડીપીએસના ગુન્હામાં વોન્ટેડ આરોપીને એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ તા. ૪ :.. ગોંડલ અને ધોરાજીના એનડીપીએસના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા ામટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રૂરલ એલસીબીએ બી ડીવી. પો. સ્ટે. ગોંડલ તથા ધોરાજી તાલુકા પો. સ્ટે.ના એનડીપીએસ બે ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપી સાજીદભાઇ ઉર્ફે ભીખો સન-ઓફ રહીમભાઇ ઉર્ફે બોબલભાઇ રહેમાનભાઇ તરકવાડીયા રહે. ગઢડા ખાટકીવાસ જીનનાકા પુલ પાસેને ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી પકડી પાડી ગોંડલ પોલીસના હવાલે કર્યો હતો.
આ કાર્યવાહી એલસીબી રાજકોટ ગ્રામ્યના પીઆઇ જે. પી. રાવલ, પીએસઆઇ કે. એમ. ચાવડા, પીએસઆઇ એચ. સી. ગોહીલ, પીએસઆઇ આર. વી. ભીમાણી, પીએસઆઇ પી. નેભ. ભરવાડ, એએસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, એએસઆઇ જયવીરસિંહ રાણા, એએસઆઇ અનિલભાઇ ગુજરાતી, એચ.સી. પ્રહલાદસિંહ રાઠોડ, એચસી ભગીરથસિંહ જાડેજા, એચસી ધર્મેન્દ્રભાઇ ચાવડા, એચસી રણજીતભાઇ બારડ, પીસી વિજયભાઇ ખડીયા દ્વારા કરવામાં આવી હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
