<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

જામનગરમાં દારૂ સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોલીસને પડકારનારા શખ્સની LCBએ દબોચી લીધો

આરોપીએ શંકર ટેકરી વિસ્તારમાં દારૂની બોટલો સાથે વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તેણે દાવો કર્યો હતો કે, “જેટલો દારૂ જોતો હોઈએ, હું અપાવીશ.”

જામનગરમાં દારૂ સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોલીસને પડકારનારા શખ્સની LCBએ ધરપકડ કરી છે. આરોપીએ શંકર ટેકરી વિસ્તારમાં દારૂની બોટલો સાથે વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તેણે દાવો કર્યો હતો કે, “જેટલો દારૂ જોતો હોઈએ, હું અપાવીશ.” સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. LCBએ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી દારૂની 13 નાની બોટલો મળી આવતા તેને જપ્ત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર નશાખોરીનું પ્રદર્શન કરી કાયદાને પડકારનારા શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(8:22 PM IST)