તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Monday, 20th July 2026
ગોંડલના નવાગામમાં ૭.પ૦ લાખની ઘરફોડીનો ભેદ ઉકેલતી એલસીબીઃ રાજકોટનું દંપતિ પકડાયું
ભીક્ષાના બહાને રેકી કરી બંધ મકાનમાં ચોરી કરતા'તાઃ અન્ય ત્રણ ચોરીની કબુલાતઃ પકડાયેલ રવિ આધરોજીયા અગાઉ ૧ર ગુન્હામાં પકડાઇ ચૂકયો છે

રાજકોટ તા. ર૦: ગોંડલના નવાગામમાં ધોળા દિ'એ થયેલ ૭.પ૦ લાખની ઘરફોડીનો રૂરલ એસબીએ ભેદ ઉકેલી રાજકોટના દંપતિને ૯.ર૩ લાખના મુદામાલ સાથે પકડી પાડી અન્ય ત્રણ ચોરીનો પણ ભેદ ઉકેલ્યો હતો.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજય સિંહ ગુર્જર ે દ્વારા મીલક્ત વીરૂધ્ધના અનડીટેક્ટ ગુન્હા શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય રૂરલ એલસીબીએ સુલતાનપુરના નવાગામમાં ફરીયાદિ રસીકભાઈ લાલજીભાઈ રાઠોડ જાતેઅનુજાતિ ધંધો ખેતી રહે નવાગામ લીલાખા રોડ પાસે તા.ગોંડલ જી.રાજકોટ વાળાના રહેણાક મકાન માથી સોના ના દાગીના તથા ચાંદીનો ઝુડો એમ કુલ રૂ ૭,૫૦,૦૦૦/- (સાત લાખ પચાસ હજાર પુરા) આશરે દાગીના ની ચોરીના બનાવમાં આજુ-બાજુના તેમજ આરોપીઓના રૂટ અંગે ના CCTV ફુટેજ સમયે ઓટો રીક્ષા નંબર GJ-08-AT-૭૮૭૦ વાળીની હાજરી બનાવ વાળી જગ્યાએ શંકાસ્પદ જણાઇ આવેલ હોય જેથી GJ-08-AT-૭૮૭૦ વાળી રીક્ષાના માલીક બાબતે ઇ-ગુજકોપ એપ્લીકેશન મારફતે સર્ચ કરતા રવિ રમેશભાઇ આધરોજીયા રહે.રાજકોટ વાળાના નામે હોય જે નામ બાબતે ઇ-ગુજકોપ એપ્લીકેશન મારફતે સર્ચ કરતા મજકુર અગાઉ રાજકોટ સીટી ના પ્ર.નગર પો.સ્ટે. ખાતે ૨૦૨૫ ના વર્ષ માં લુટના ગુન્હામાં પકડાયેલ હોય તેમજ સદરહુ રીક્ષાનો ઉપયોગ લુટના ગુન્હામાં થયેલ હોય જેથી મજકુર બાબતે હ્યુમનસોર્સ થી પકડાયેલ તસ્કર દંપતીએ ગઇ તા.૦૯/૦૭/૨૦૨૬ ના રોજ બપોરના સમયે ગોંડલ આશાપુરા ચોકડી પાસે રૈયારાજ નગર માં આવેલ એક બંધ મકાનનાં તાડા તોડી રોકડ રકમની ચોરી કરેલ તેમજ તે જ દિવસે ગોંડલ તાલુકાના જામવાડી ગામ પાસે એક ઝુપડામાંથી ચાંદીના દાગીનાની ચોરી કરેલ તેમજ ગઇ તા.૧૦/૦૭/૨૦૨૬ ના રોજ બપોરના સમયે ગોંડલ તાલુકાના નવાગામ ગામે એક બંધ મકાનનાં તાડા તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે. તેમજ બંને આરોપીઓ રીક્ષામાં આવી બપોરના સમયે ભિક્ષાવૃતિના બહાને બંધ મકાનની રેકી કરી ઘરફોડ ચોરી કરતા હોવાની કબુલાત આપી હતી. પકડાયેલ રાજકોટ, જામનગર તથા ભાવનગરમાં અગાઉ ૧ર ગુન્હાઓ નોંધાયો છે.
રૂરલ એલસીબીએ તસ્કરો પતિના કબ્જામાંથી સોનાના દાગીનાનો વજન ૫૦ ગ્રામ ૩૩ મીલીગ્રામ કી.રૂ.૭,૧૮,૦૦૦/ ચાંદીના દાગીનાનો વજન ૬૧૭ ગ્રામ ૩૬ મીલીગ્રામ કી.રૂ. ૯૩,૩૪૦/ ઓટો રીક્ષા રજી. GJ-08-AT-૭૮૭૦ કી.રૂ.૧,૦૦,૦૦૦/ラવીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કી.રૂ.૫,૦૦૦/- રોકડ રૂપિયા ૭,૦૦૦/- ઘરફોડ ચોરીમાં ઉપયોગમાં લીધેલ લોખંડનો સળીયો મળી કુલ મુદામાલ રૂ.૯,૨૩,૩૪૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો.ઇન્સ. જે.પી.રાવ, કે.એમ.ચાવડા, એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ તથા બાલકળષ્ણભાઇ ત્રિવેદી,ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી તથા પ્રહલાદસિંહ રાઠોડ, તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા,ભગીરથસિંહ જાડેજા ઘનશ્યામસિંહ જાડેજા તથા રસીકભાઇ જમોડ તથા રણજીતભાઇ બોરડ, તથા વીજયભાઇ ખડીયા, તથ ભાવેશભાઇ મકવાણા તથા વીજયભાઇ સીંહાર, ભારતીબા સરવૈયા તથા ગીતાબેન ગરચર તથા નેત્રમ શાખા રાજકોટ ગ્રામ્યના જાગળતીબેન ડાંગર સહિતનો સ્ટાફ જોડાયો હતો.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
