News of Sunday, 25th October 2026
લીંબડી DYSP સ્ક્વોડે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર વણકી ગામના પાટિયા પાસે ગેરકાયદે ચાલતા પેટ્રોલ પંપ ઝડપ્યો
બાયો ડીઝલ જેવું શંકાસ્પદ કેમિકલ 400 લિટર જથ્થામાં મળી આવ્યું :પોલીસે છેલ્લા 48 કલાકમાં બે ગેરકાયદે પંપ ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગરઃ લીંબડી DYSP સ્ક્વોડે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ગેરકાયદે ચાલતા પેટ્રોલ પંપ પર દરોડો પાડ્યો છે. સાયલા તાલુકાના વણકી ગામના પાટિયા પાસે કોઈપણ સરકારી મંજૂરી વિના પંપ ચલાવવામાં આવતો હતો. પોલીસની તપાસ દરમિયાન બાયો ડીઝલ જેવું શંકાસ્પદ કેમિકલ 400 લિટર જથ્થામાં મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. 36,800 હોવાનું જાણવા મળ્યું છે. પંપ પાસે જરૂરી સરકારી મંજૂરી કે ફાયર સેફ્ટીનાં સાધનો પણ ન હોવાનું સામે આવ્યું છે. પોલીસે શંકાસ્પદ કેમિકલનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે પોલીસે છેલ્લા 48 કલાકમાં બે ગેરકાયદે પંપ ઝડપી પાડ્યા છે
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
