તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Saturday, 14th November 2026
વિસાવદરના ખંભાળિયા નજીક મીટર ગેજ ટ્રેન હડફેટે સિંહણનું મોત થતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
જૂનાગઢ ચલાલા રૂટની ટ્રેન હડફેટે સિંહણનું મોત : શિકારની પાછળ દોડતા અચાનક ટ્રેનની અડફેટે આવી જતા બન્યો બનાવ હોવાનું અનુમાન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૪ : જૂનાગઢ-ચલાલા મીટરગેજ લોકલ ટ્રેનની અડફેટે આશરે પાંચથી નવ વર્ષની એક સિંહણનું મોત થયાની દુર્ઘટના સામે આવી છે.
વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ નજીક ઓજત નદી પાસે આવેલા રેલવે ફાટક પર પિલર નંબર 44 અને 29/6 પોલ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. બપોરના સમયે અચાનક જ સિંહણ ટ્રેન સામે આવી જવાથી આ અકસ્માત સર્જાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો..આ બનાવ બન્યા બાદ વન વિભાગ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 24 કલાકમાં જ ફરજ બજાવવાની સાથે સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ તેમજ આગળની કાર્યવાહી માટે સીમર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવી રહ્યો છે.
જૂનાગઢ-વિસાવદર રેલવે ટ્રેક પર સિંહણનું ટ્રેન હડફેટે મોતના સમાચારથી વન્ય પ્રેમીમા અરેરાટી વ્યાપી ગઇ છે.
વિસાવદરનાં ખંભાળીયા- નજીક ઓઝત નદીના પુલા પાસે દુર્ઘટના બની છે.
જૂનાગઢથી વિસાવદર ટ્રેન જતી હતી ત્યારે હડફેટે આવી જતા સિંહણ કપાઈ ગયાનું જાણવા મળે છે. ટ્રેન અકસ્માતમાં ૫ થી ૯ વર્ષની સિંહણનું ઘટનાસ્થળે જ મોત થયું છે
એક અંદાજ પ્રમાણે ઘેટા-બકરાનો શિકાર કરવા જતા સિંહણ ટ્રેક પર આવી ચડી હતી. શિકારની પાછળ દોડતા અચાનક ટ્રેનની અડફેટે આવી જતા બન્યો બનાવ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માતની જાણ થતા જ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. રેલવે અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળની મુલાકાતે દોડી ગયા છે. સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સીમાર એનિમલ કેર સેન્ટર ખસેડાયો છે. આ મીટરગેજ ટ્રેક પર સિંહ અકસ્માતની આ સૌપ્રથમ ઘટના છે. અત્યાર સુધી સુરક્ષિત મનાતા રૂટ પર અકસ્માતથી વન્યજીવ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
