News of Sunday, 2nd August 2026
લાયન્સનગરમાં વરસાદી પાણી ભરાવવાના મુદે મહિલાઓએ ચક્કાજામ કર્યો
શહેરમાં અનેક સ્થળે સમસ્યાઓનો રાફડો છતાં નેતા-અધિકારી ક્યાય દેખાતા જ નથી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં રવિવારે મેઘરાજાએ તો વિરામ લીધો છે પરંતુ સમસ્યાઓનો રાફડો જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે શનિવારે રાત્રીથી વરસાદ બંધ થયા બાદ રવિવારે સાંજ સુધી પાણીનો નિકાલ નહિ થતા આજે લાયન્સનગરમાં મહિલાઓ સહિતના સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો
મોરબીના લાયન્સનગર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી ખાલી પ્લોટ અને રોડ પર પાણી ભરાયેલા જેમના તેમ પડ્યા રહે છે વરસાદના વિરામ બાદ પણ પાણીનો નિકાલ થતો ના હોવાથી આજે મહિલાઓ રોષે ભરાઈ હતી અને ચક્કાજામ કરી નાખ્યો હતો નવલખી ફાટક સેન્ટ મેરી સ્કૂલ પાસે મહિલાઓ ઓએ ચક્કાજામ કરી રોડ બંધ કરી દીધો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વરસાદી પાણીનો નિકાલનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાય તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
