News of Wednesday, 4th November 2026
વંથલીના સાંતલપુર ધાર ગામે મહિલાના મકાનમાંથી ૧૮,૩૦૦નો દારૂ, આથો કબજે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૦૪: વંથલીના સાંતલપુર ધાર ગામે મહિલાના મકાનમાંથી પોલીસે ૧૮,૩૦૦નો દારૂ, આથો કબજે કરી તેની શોધખોળ હાથ ધરી હતી.
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, આ દરિમિયાન બાતમી મળી હતી કે વંથલીના સાંતલપુર ધાર ગામે પ્રાથમિક શાળાની પાછળ રહેતી ઝરીનાબેન ઓસ્માણભાઈ કાળુભાઈ લુણાઈ પોતાના મકાને આવેલા બાથરૂમમાં દેશી દારૂ બનાવવાનો આથો તથા દેશી પીવાનો દારૂ રાખી તેનું વેચાણ કરે છે.
આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મહિલા હાજર મળી ન હતી, પરંતુ મકાનની તલાશી લેતા ૩૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો તેમજ ૭૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂપિયા ૧૭,૩૦૦નો પ્રોહીબિશન મુદ્દામાલ કબ્જે કરી વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
