News of Friday, 13th November 2026
જામનગરમાં ફલેટમાંથી પોણા બે લાખનો દારૂ ઝડપાયો
રાણાવાવ પંથકનો શખ્સ સપ્લાયરઃ ભાણવડ પંથકનો શખ્સ ઝડપાઇ ગયો

જામનગરઃ તા.૧૩, એલ.સી.બી. સ્ટાફે મળેલ હકિકત આધારે આરોપી લખમણભાઈ કારાભાઈ હુંણ રહે. પંચવટી સોસાયટી, મોદી સ્કુલની પાછળ, મોહન એપાર્ટમેન્ટ જામનગર મુળ- મોડપરગામ તા.ભાણવડવાળાના કબ્જાના ફલેટ માંથી દારુની બોટલો નંગ-૧૮૦ કિ.રૂ. ૧.૭૮,૧૩૮/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૫,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૮૩,૧૩૮/- ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ છે. સદરહુ દારૂનો જથ્થો સપ્લાય કરનાર બાલુભાઈ નાથાભાઈ કોડીયાતર રહે. માલદીવારી નેશ, બગવદર તા.જી.પોરબંદર મુળ- ખોડીયારનેશ, આદીત્યાણાગામ તા.રાણાવાવ જી.પોરબંદર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.
આ કાર્યવાહી પો.ઈન્સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા,ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
