News of Tuesday, 28th July 2026
જામજોધપુરના મેઘપર આંબરડી ગામે ખુલ્લા પટમાંથી પચ્ચીસ લાખનો દારૂ મળી આવ્યો
શેઠવડાળા પોલીસે ટ્રક, બોલેરો પીકઅપ વાહન દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો, ત્રણ આરોપીઓ સામે ગુનો

(જીલ વ્યાસ દ્વારા) જામજોધપુર તા.૨૮: તાલુકાના મેઘપર આંબરડી ગામની બહાર નદીના કાંઠે આવેલા ખુલ્લા પટમાંથી શેઠવડાળા પોલીસે માતબર વિદેશી દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૪૨,૩૭,૯૯૮નો વિશાળ જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ શેઠવડાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકીના નેતળત્વમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન બાતમી મળી હતી કે મેઘપર આંબરડી ગામના ભાયાભાઈ લખમણભાઈ છેલાણા અને ભીમાભાઈ ભાયાભાઈ છેલાણા ગામની બહાર નદીના કાંઠે આવેલા ખુલ્લા પટમાં દારૂનો જથ્થો સંગ્રહ કરી હેરાફેરી કરી રહ્યા છે.
દરોડા દરમિયાન દારૂની ૨,૯૧૭ બોટલ (કિંમત રૂ.૨૦,૧૭,૮૯૮), ૪,૯૮૬ ચપટા (કિંમત રૂ.૪,૯૮,૬૦૦), એક ટ્રક (કિંમત રૂ.૧૦ લાખ), એક બોલેરો પીકઅપ (કિંમત રૂ.૫ લાખ), ટ્રકમાં ભરેલો અંદાજે ૩૦ મેટ્રિક ટન બેન્ટોનાઇટ પાવડર (કિંમત રૂ.૨,૨૦,૫૦૦) તથા એક તાડપત્રી (કિંમત રૂ.૧,૦૦૦) સહિત કુલ રૂ.૪૨,૩૭,૯૯૮નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે ભાયાભાઈ લખમણભાઈ છેલાણા, ભીમાભાઈ ભાયાભાઈ છેલાણા (બંને રહે. મેઘપર આંબરડી, તા. જામજોધપુર) તેમજ ટ્રક નં. જી.જે-૩૮-ટી ૪૫૩૫ ના ચાલક સહિત તપાસમાં ખુલતા અન્ય શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
