<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ભવનાથ શનિદેવ મંદિરે પરિક્રમાર્થીઓને લાઇવ ભજીયા અને માલપુવાનો મહાપ્રસાદ

જુનાગઢ : ગરવા ગિરનારી લીલી પરિક્રમાનો આજે મધરાતે વિધીવત પ્રારંભ થાય તે પહેલા લાખોની સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડયા છે. ગઇકાલે રાત્રે જુનાગઢ અકિલાના બ્‍યુરો ચીફ વિનુભાઇ જોષી તથા ફોટોગ્રાફર મુકેશભાઇ વાઘેલાએ ભવનાથમાં કવરેજ કર્યુ હતું જેનો તસ્‍વીરી અહેવાલ તળેટી ખાતે આવેલ. શ્રી શનિદેવ મંદિર ખાતે સી સાંજથી જ ભાવિકો માટે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્‍યુ છે. જેમાં પરિક્રમાર્થીઓને ગરમા ગરમ પત્રી-મેથી-મચ્‍ચાના ભજીયા - કઢી અને માલપુવા પિરસવામાં આવતા હતા અને ભાવિકોની રીતસર લાઇનો લાગી હતી. મહંત પૂ. તુલસીનાથબાપુ અને પૂ. એકતાનાથ માતાજીના માર્ગદર્શન હેઠળ સ્‍વયંસેવકોની ફોજ સેવારત જોવા મળેલ.

(1:03 PM IST)