News of Tuesday, 2nd June 2026
રાજુલાના રામપરા ગામમાં બે સિંહોના ધામા જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ
ગામમાં પ્રવેશેલા બે ડાલામથ્થા સિંહોએ એક દિવાલ પરથી છલાંગ મારી ગામની શેરીઓમાં આંટાફેરા કર્યા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં બે સિંહોના ધામા જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામમાં પ્રવેશેલા બે ડાલામથ્થા સિંહોએ એક દિવાલ પરથી છલાંગ મારી ગામની શેરીઓમાં આંટાફેરા કર્યા હતા. શિકારની શોધમાં ગામની અંદર સુધી પહોંચી ગયેલા સિંહોની લટારનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગામની શેરીઓમાં નિર્ભયપણે ફરી રહેલા સિંહોને જોઈ લોકોમાં દહેશત ફેલાઈ હતી અને ઘણા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. સ્થાનિકોએ વન વિભાગ સમક્ષ સિંહોને ગામથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે. ઘટનાને પગલે વન વિભાગ પણ સતર્ક બન્યું છે અને સિંહોની હિલચાલ પર નજર રાખી રહ્યું
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
